PANCHMAHALSHEHERA

શહેરા:- જૂની પાદરડી પ્રા.શાળાની કન્યાઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ અપાઈ.

તા 13/03/23

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં જૂની પાદરડી પ્રા.શાળામાં ધો.6 થી 8 માં 71 કન્યાઓ અભ્યાસ કરે છે. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ સ્ટેટ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર તેમજ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર પંચમહાલના તા.28.12.2022 ના વર્ક ઓર્ડરથી ઉમ્મીદ વિકલાંગ વિકાસ ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરેલ કરાટે નિષ્ણાત તેમજ બ્લેક બેલ્ટ ધરાવતા મેહુલ ગરાસિયા દ્વારા જૂની પાદરડી પ્રા.શાળાની 71 કન્યાઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત કન્યાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ મુશ્કેલીના સમયે તેઓ પોતાનું સ્વ રક્ષણ કરી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં બેઝીક એક્સસાઈઝ, કરાટેમાં પંચ, બ્લોક, કિક અને ચાપ વગેરેની વિગતે તાલિમ આપવામાં આવશે. આચાર્ય સુશીલાબેન પટેલ તેમજ સ્ટાફ દ્વારા તેનું નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!