RAJKOT

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની રાજકોટ ખાતે કરુણા એનિમલ હેલ્પલાઈન દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ

તા.૨૨/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈન દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ પહેલા પશુ પંખીઓને ખવડાવીને પછી જાતે ભોજન ગ્રહણ કરવાની છે. ગાયો તથા અબોલ જીવ માટે કાર્યરત સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આ ઉપરાંત રાજ્યના તમામ નાગરિકોએ ગાયો તથા અબોલ જીવ માટે જરૂરી તમામ મદદ અને સેવા કરવી જોઈએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અનાજમાં થતા રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે જમીન ઉજ્જડ અને બિન ઉપજાઉ બને છે, નાગરિકોમાં વિવિધ પ્રકારના રોગો થાય છે, જેને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સરવાળે વધુ લાભદાયક છે. જેમાં જમીનની ફળદ્રુપતા, ગાયોનો નિભાવ, નાગરિકોને સુપોષિત આહારની ઉપલબ્ધિ વગેરે માટે રાજ્યપાલશ્રી દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પાણીના જતન માટે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોનું નિર્માણ, ગ્લોબલ વોર્મિંગ થકી ઉત્પન્ન થતી સમસ્યાઓના નિવારણ માટે ‘મિશન લાઇફ’ વગેરે જેવી પ્રવૃત્તિઓ શરૂ કરાવી છે. જેને અનુસરતાં આપણે પ્રકૃતિ આધારિત જીવનશૈલી અપનાવવી જોઈએ. અને રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું વૃક્ષારોપણ કરી તેની દેખભાળ કરવી જોઈએ.

આ તકે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યના અબોલ પશુઓને મદદરૂપ થનાર સંસ્થાના સંચાલકો અને લોકોને પ્રોત્સાહન આપવાના હેતુસર સરકારે આ વખતના બજેટમાં ખાસ રૂપિયા ૫૦૦ કરોડની જોગવાઈ કરી છે. આજે આશરે ૧૧૦૦થી વધુ સંસ્થાઓ દૈનિક પશુ દીઠ રૂ. ૩૦ લેખે સહાય મેળવી રહી છે. આ ઉપરાંત પશુઓની તમામ સારસંભાળ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય સુશ્રી ડૉ. દર્શિતાબેન શાહે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી સુશ્રી ભાનુબહેન બાબરીયા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલાળા, મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયરશ્રી કંચનબહેન, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, અગ્રણીશ્રી ડૉ. ભરત બોઘરા, અગ્રણીશ્રી મુકેશ દોશી, જૈન મુનિશ્રી જે.પી. ગુરુદેવ, સામાજિક સંસ્થાના શ્રેષ્ઠીશ્રી અજય શેઠ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!