RAJKOTUPLETA

ભાયાવદરમાં રૂ.૧.૫૩ કરોડના ખર્ચે બનેલ ફિલ્ટર પ્લાન્ટ, સ્ટોરેજ સમ્પનું લોકાર્પણ

૨૧ હજારની વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે

૬ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ના ભાયાવદર નગરપાલિકા દ્વારા શહેરના લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ૧૪ માં નાણાપંચ હેઠળ રૂપિયા ૧.૫૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ તથા સ્ટોરેજ સંપ ના લોકાર્પણ નો કાર્યક્રમ સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાખવામાં આવેલ હતો.અને આ ફિલ્ટર પ્લાન્ટ તેમજ સ્ટોરેજ સંપનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના હાથે કરવામાં આવ્યું. હતું.ત્યારે ભાયાવદર શહેરના ૨૧ હજાર લોકોને હવે થી ચોખ્ખું શુધ્ધ પાણી પીવા માટે મળતું હોય ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના
પ્રમુખ બાઘાભાઈ ખાંભલા, ચીફ ઓફિસર આર.સી.દવે, પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, જીલ્લા ભાજપ
પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, સાવનભાઈ ધડુક અને ભાયાવદર નગરપાલિકાના સભ્યો તેમજ બોળી સંખ્યામાં શહેરના લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!