DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા રાજમહેલમાંથી ચાંદી તથા પિત્તળની ચોરી કરનાર ત્રણ શખ્સોને રૂ.5,36,244 ના મુદ્દામાલ સાથે દબોચી પાડયા.

તા.09/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા શહેરના રાજમહેલમાં અગાઉ પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જે બાદ ફરી થોડા દિવસ અગાઉ રાજમહેલના બંધ રુમમાં પડેલા ચાંદી, પીતળ સહિતના વાસણો અને આભુષણોની ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ધ્રાંગધ્રા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષકના ટીમના ડીવાયએસપી જે ડી પુરોહિત,પો.હે.કો.સોયબભાઈ મકરાણી, મયુરભાઈ ચાવડા, નરેશભાઈ ભોજીયા, નિલેશકુમાર પિત્રોડા સહિત સમગ્ર ટીમ દ્વારા ધોરીધાર વિસ્તારમા પેટ્રોલીંગ દરમિયાન તેવા સમયે એક શંકાસ્પદ રીક્ષા નજરે પડતા રીક્ષાને અટકાવી તપાસ કરતા અંદર ત્રણ ઇશમોની પુછપરછમા સંતોષકારક પ્રતિઉત્તર નહિ આપતા અંતે પોલીસે ત્રણેય હિસ્ટ્રીચીટરોને ઝડપી સાથે રહેલા ચાંદી તથા પીતળના વાસણો અને આભુષણો બાબતે પુછપરછ કરતા રાજમહેલ ખાતેથી ચોરી કર્યાં હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસે મજકુર ઇસમો પાસેથી ઝડપી પાડેલ તમાંમ મુદ્દામાલ જેમાં, ચાંદની પાટલીઓ (ચોરસાઓ) 11.047 કિ.ગ્રામ કિ.રૂ.5,04,280 તથા પિત્તળની જૂની ચીજ વસ્તુઓ 4,962 કિ.ગ્રા કિ .રૂ.1964 તથા જર્મન સિલ્વર ધાતુની જૂની ચીજ વસ્તુઓ 15,579 કિ.ગ્રા કિ.રૂ.7789 તથા સીએનજી રીક્ષા નં. જીજે 01 બીટી 4720 કિ.રૂ.25,000 તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ કાતર તથા સળીયો રૂ.210 એમ કુલ મળીને કિ.રૂ.5,39,244 ના મુદ્દામાલ સાથે ત્રણ મજકુર ઇસમો જેમાં, અનીલભાઈ/નટુભાઈ વાલજીભાઈ તાજપરીયા રહે, ધોળીધાર મેલડી માતાના મંદિરની બાજુમાં રેલ્વે કોલોની પાછળ ધાંગધ્રા, દિનેશભાઈ/બાબુભાઈ સોલંકી રહે, બસ સ્ટેશન પાછળ મફતીયાપરા રીંગરોડ ઉપર વેરાવળ, કાનાભાઇ/ઉર્ફે કાનો લક્ષ્મણભાઈ ગોબરભાઇ મેરવાડા રહે, સરકારી દવાખાના પાસે મફતીયા પરા રીંગ રોડ ઉપર વેરાવળ વાળાઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!