BANASKANTHAGUJARATPALANPUR

Palanpur:શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં આદર્શ યોગ અભ્યાસ કેન્દ્ર અંતર્ગત “યોગ ડિપ્લોમા કોર્ષ વર્ષ-૨૦૨૩-૨૪” નો પ્રારંભ 

8 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે “સાંસ્કૃતિક હોલ” માં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ સંલગ્ન આદર્શ યોગ કેન્દ્ર, વિસનગરમાં એક વર્ષના “યોગ ડિપ્લોમા કોર્ષ વર્ષ-૨૦૨૩-૨૪”ની શુભ શરૂઆત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં યોગ તજજ્ઞશ્રી ડાહ્યાભાઈ વૈધ (પૂર્વ મંડલ પ્રભારી, પંતજલિ યોગપીઠ, હરિદ્વાર- મહેસાણા, પાટણ, બ.કાં., સા.કાં, અને સુરેન્દ્રનગર જિલ્લો) તથા યોગ શિક્ષકશ્રી કૃષ્ણરાજ રાજપૂત (પંતજલિ, મહેસાણા યોગ પ્રચારક અને સિનિયર કોચ, ગુ.રા.યોગ બોર્ડ તથા આયુષ હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર, કાંસા), નિસર્ગ વાઘેલા (ગોલ્ડ મેડલ વિજેતા, યોગ સ્પર્ધા) વગેરે મહાનુભાવો તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, મંત્રીશ્રી વી.વી. ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. પધારેલ મહાનુભાવોને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ દ્રારા સાલ તથા પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના સનિષ્ટ પ્રયાસોથી તંદુરસ્ત માનવ સમાજનું નિર્માણ કરવા આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં આદર્શ યોગ અભ્યાસ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેના બીજા વર્ષના મંગલપ્રવેશનો પ્રારંભ આજ રોજ તા-૮/૧૦/૨૦૨૩ ના રોજ કરેલ. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત એવા યોગ તજજ્ઞશ્રી ડાહ્યાભાઈ વૈધએ યોગનું મહત્ત્વ, યોગના અંગો, વિવિધ પ્રાણાયામ, આસનો વગેરે વિશે વિસ્તૃત જ્ઞાન આપ્યું હતું. સાથે સાથે આશરે ૮૦ વર્ષની ઉંમર થયેલ હોવા છતાં યુવાનોને સાજે તેવા અદ્દભુત આસનો કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. યોગ તજજ્ઞ શ્રી કૃષ્ણરાજ રાજપૂતે યોગ જીવનનું પ્રથમ તબક્કાનું અનિવાર્ય અંગ તથા યોગ એ ભારતીય સંસ્કૃતિની પરંપરા એ વિશે વિશેષ માર્ગદર્શન આપી સૌને જ્ઞાન સભર કર્યા હતા. નિસર્ગ વાઘેલાએ પણ અદભૂત યોગ- આસનો કરી સૌને અભિભૂત કર્યા હતા. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે. ચૌધરી, મંત્રીશ્રી વી.વી. ચૌધરી, શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી. ચૌધરીએ પણ યોગ શિક્ષકશ્રી ડાહ્યાભાઈ વૈદ્યની તન, મન અને બૌદ્ધિક તંદુરસ્તીને પ્રત્યક્ષ નિહાળીને આદર્શ યોગ અભ્યાસ કેન્દ્ર, વિસનગર થકી વિસનગર શહેર તેમજ ગામડાંના પ્રજાજનો તથા વિદ્યાર્થીઓ યોગના મૂલ્યને સમજી જીવનમાં યોગ અપનાવીને તંદુરસ્ત માનવ સમાજનું નિર્માણ કરે તે માટે પ્રેરણાદાયી પ્રવચન આપીને ઉપસ્થિત સૌ મહાનુભવો આભાર વ્યક્ત કર્યો હતો. આમ આદર્શ યોગ અભ્યાસ કેન્દ્ર, વિસનગરમાં યોગ અભ્યાસના પ્રારંભ દિને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ પ્રિન્સિપાલશ્રીઓ, તમામ સ્ટાફ મિત્રો, યોગ અભ્યાસ કેન્દ્રમાં જોડાયેલ વિદ્યાર્થીઓ વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!