HALOLPANCHMAHAL

હાલોલ:કલરવ સ્કૂલમાં “પરીક્ષા પે ચર્ચા” 2023 નો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “પરીક્ષા પે ચર્ચા” ની છઠ્ઠી આવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે વડાપ્રધાન ના અનોખા ઇંટરેકટીવ કાર્યક્રમનું અનોખું આયોજન 27 મી જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવેલ . આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનું આયોજન હાલોલની કલરવ સ્કૂલ ના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર,કણજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઇ પટેલ, ભાજપા શહેર પ્રમુખ ડૉ. સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, ભાજપા તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,જિલ્લા શિક્ષણધિકારીની કચેરી માંથી મહિપાલસિંહજી જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. બધા જ આમંત્રિત મહેમાનોનું સ્વાગત બુકે અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું.યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા પરીક્ષાના તણાવને દૂર કરવા માટેના ઉપાયો અને પોતાના અનુભવનો આદાન -પ્રદાન કરી હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોય છે. કદાચ વિશ્વનો આ પ્રથમ દેશ હશે કે જેના વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં આવીને પરીક્ષાનો જે ડર હોય છે તેને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે તેઓ કહે છે કે પરીક્ષા ડર કર નહીં પણ ડટ કર દેની ચાહિયે તેઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના તનાવ થી દૂર રહેવા માટે મગજની તંદુરસ્તી માટે યોગાસનો કરવા જોઈએ જેવી ઘણી સલાહ સૂચનો વિદ્યાર્થીઓને આપતા રહે છે. આ કાર્યક્રમ આશરે ૬૦૦ વિદ્યાર્થીઓએ મોટા એલ. ઈ. ડી સ્ક્રીન ઉપર નિહાળ્યો હતો. આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા પ્રભાબેન પેશરાણાએ કર્યું. તેમજ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર બધાનો કલરવ પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!