GUJARATJETPURRAJKOT

Upleta: મતદાન જાગૃતિ અર્થે “સ્વીપ” કાર્યક્રમ અન્વયે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા હ્યુમન ચેન,બેનર, સૂત્રોચાર, સેલ્ફી પોઇન્ટ, ડીજેના સંગાથે યોજાઈ “મતદાર જાગૃતિ રેલી”

તા.૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Upleta: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત સંબંધિત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઉપલેટા શહેરી વિસ્તારમાં “મતદાર જાગૃતિ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ‘‘સ્વીપ’’(સિસ્ટેમેટિક વોટર્સ એજયુકેશનલ એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશિપેશન) પ્રોગ્રામ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા હેતુ હ્યુમન ચેન, જુદા જુદા જાગૃતિ લાવતા બેનરો સાથે સૂત્રોચાર, સેલ્ફી પોઇન્ટ, ડીજેના સંગાથે મતદાન જાગૃતિ માટેના “સ્વીપ” ના ગીતો વગાડી ભવ્ય રેલીનું આયોજન ઉપલેટા વહીવટીતંત્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી અને ઉપલેટા મામલતદારશ્રી એમ. ટી. ધનવાણી, મતદાર નોંધણી અધિકારીશ્રી અને ઉપલેટા નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી નીલમબેન ઘેટીયા, ઉપલેટામાં આવેલા તમામ કોલેજના પ્રોફેસર, પ્રાથમિક માધ્યમિકના શિક્ષકો, વેપારી મંડળો, અલગ અલગ સંસ્થાઓ, કોલેજના વિદ્યાર્થીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!