RAJKOTUPLETA

આરટીઆઇ કાર્યકર્તા દિપક રાઠોડના હત્યારા અને તલાટી સામે ગુનો દાખલ કરવા જિલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટરશ્રી આણંદને રૂબરૂ આવેદન અપાયું.

૨૯ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી


સ્વ.દિપક રાઠોડના ભાઈ પ્રકાશ રાઠોડ, વકીલ ચિરાગ પરીખ,મહેન્દ્રભાઈ ભોઈ, દિપક પટેલ, ટીનાભાઈ, ભાવેશભાઈ , હર્ષદભાઈ,
રવિભાઈ ઓઝા, ભાવેશભાઈ વરિયા, સુરેશભાઈ ડાભી દ્વારા દિપક રાઠોડને અને પરીવારને ન્યાય મળે, સુરક્ષા મળે અને આરોપીઓને સજા મળે તે માટે ફરીયાદ સહ આવેદન પત્ર આપ્યું હતું.

નાપાડ ગામ આણંદ જિલ્લા, ગ્રામ પંચાયત ના રેકર્ડ ભ્રષ્ટાચાર સામે આરટીઆઇ એકટ હેઠળ અરજી કરવાની સજા રૂપે મોત મળનાર
દિપક રાઠોડ ને
ગામના હાલના સરપંચ ભૂતપૂર્વ સરપંચ અને એમના મળતિયાઓએ 11તારીખે હુમલો કર્યો હતો.

તારિખ 26 ના રોજ દિપકભાઈના મોત પછી એમની પત્નિ ને ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવી શંકાસ્પદ એફઆઈઆર ઉભી કરી હતી.

આરોપીઓ પૈસા સત્તા અને રાજકીય પહોંચ ધરાવે છે.
પીએમ રીપોર્ટ ફેરવવાના કારસા અને ફરિયાદીને લાલચ લોભ ડર થી ચુપ રહેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

આખા પ્રકરણ પાછળ નાપાડ વાંટાના તલાટી જ મુખ્ય સૂત્રધાર હોય એમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે અને છેલ્લા પાંચ વર્ષમાં જે પણ આરટીઆઇ એકટ હેઠળ અરજીઓ થઈ છે તે માહિતી જાહેર કરવામાં આવે એવી જીલ્લા વિકાસ અધિકારીશ્રી અને જીલ્લા કલેક્ટરશ્રી પાસે માગણી કરવામાં આવી છે.

દિપક રાઠોડ ને માર માર્યો એ પછી જે પણ પોલીસ અધિકારી દ્વારા આરોપીઓને બચાવવા ઢીલ અપનાવી, મધ્ય રાત એક થી ત્રણ એક વિધવા બેનને ઍમના પતિની લાશ દવાખાનામાં હતી ત્યારે ફોન કરીને પોલીસ સ્ટેશન બોલાવી શંકાસ્પદ એફ આઈ આર દાખલ કરી એ પાછળ જે પણ લોકો હોય એમની સામે કાર્યવાહી કરવામાં આવે.
પીએમ રીપોર્ટ ફેરવવાના કારસા કરનારા અને આજ સુધી પી એમ રીપોર્ટ છુપાવી રાખી દીપકભાઈ રાઠોડ ના ભાઈઓને રખડાવી ધક્કા ખવડાવે છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ અધિકારીશ્રી, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મુલાકાતીમિત્રો ને મીડિયા સમક્ષ કાનૂની કાર્યવાહી કરવાની ખાત્રી આપી આવેદન પત્ર અને કેસની બાબત યોગ્ય કાનૂની કાર્યવાહી કરીશું કરાવીશું એવી ખાત્રી આપી છે.

જો દિન પંદરમા આરોપી એવા ગુનેગારો સામે યોગ્ય કાયૅવાહી કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે એવું આરટીઆઇ કાર્યકર્તા દિપક પટેલ જણાવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!