AHAVADANG

વન વિભાગ પુરસ્કૃત વધઇ ખાતે શરૂ કરાયેલા નાહરી કેન્દ્ર એ પોતાની સાથે પણ મહિલાઓને આર્થિક સદ્ધર બની

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગી થાળીના ઓર્ગેનિક સ્વાદિષ્ટ પકવાનો બન્યા મુસાફરોની પહેલી પસંદ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના પ્રાયસો સાથે ‘સખી મંડળો’, ‘સ્વ સહાય જુથો’, ‘મિશન મંગલમ’ જેવી યોજનાઓની શરૂઆત થઇ છે. રાજ્યની અનેક મહિલાઓ આર્થિક રીતે સદ્ધર બની આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓ સ્વ સહાય જુથો સાથે જોડાઇને, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યને સિધ્ધ કરી રહી છે.ડાંગ જિલ્લાના વધઇ ખાતે વર્ષ 2018થી શરૂ કરાયેલી વન વિભાગ પુરસ્કૃત શુદ્ધ અને સાત્‍વિક ભોજન પુરુ પાડતા નાહરી કેન્દ્રની શરૂઆત, પ્રવાસીઓને પ્રાકૃતિક ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવવા માટે કરવામા આવી હતી. મહિલાઓ સંચાલીત નાહરી કેન્દ્ર દ્વારા ડાંગની બહેનો આર્થીક રીતે સદ્ધર બની છે. કુલ 12 બહેનો વઘઇના નાહરી કેન્દ્ર સાથે જોડાઇ, આર્થિક આજિવીકા મેળવી રહી છે.

નાહરી કેન્દ્રના સંચાલક શ્રીમતી રંજીતાબેન જણાવે છે કે, સામાન્ય દેખાતુ નાહરી કેન્દ્ર અનેક મહિલાઓ માટેની આજીવિકાનું સાધન છે. વધઇની વિધવા બહેનો તેમજ આર્થીક જરૂરીયાત ધરાવતી મહિલાઓ માટે ઉત્તમ રોજગારી માટેનુ આ પુરક અને ચાલકબળ બની રહ્યું છે.

વધઇના નાહરી કેન્દ્ર ઉપર સૌ કોઇ પ્રવાસીઓ અચુક જમવાનું ચુકતા નથી. અહીંની મહિલાઓ ખૂબ પ્રેમથી સ્વાદિષ્ટ ડાંગી ભાણુ પ્રવાસીઓને પીરસે છે. ડાંગ જિલ્લાને આર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે ત્યારે આ જિલ્લાની ઓળખ સમી નાગલી, અડદની દાળ, ભુજીયુ, નાગલીના પાપડ વગેરેનો આસ્વાદ માણવા પ્રવાસીઓ આ નાહરી કેન્દ્રની મુલાકાત લેતા હોય છે.

રંજીતાબેન જણાવે છે કે, ડાંગી થાળીનો આસ્વાદ માણી પ્રવાસીઓ ધેલા થયા છે. તેઓને ડાંગી થાળીમા પિરસાતા ઓર્ગેનિક ખોરાકના ઓર્ડરો મળતા થયા છે. જેના થકી તેઓ પોતે આર્થિક રીતે પગભર બન્યા છે. સાથે અનેક મહિલાઓને પણ સદ્ધર બનાવી રહ્યા છે. જિલ્લાની અનેક બહેનોને નાહરી કેન્દ્ર્ દ્વારા સદ્ધર બનાવતા રંજીતાબેનને અનોખો હરખ છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરે છે.

વધઇના નાહરી કેન્દ્રમા સખી મંડળની બહેનો દ્વારા ડાંગી થાળી ઉંપરાત નાગલીના પાપડ, વાંસનુ અથાણુ, લાલ લીલી ચટણી, નાગલીનો લોટ તેમજ નાગલીમાંથી બનતી વિવધ પ્રોડક્ટ વેંચીને આવક મેળવવામાં આવી રહી છે. અહીંની બહેનો દ્વારા રૂ. 1.5 લાખ જેટલા રૂપીયાની બચત કરવામાં આવી છે. જે બહેનોને ધિરાણ માટે ઉપયોગી થઈ રહી છે.

નાહરી કેન્દ્રની બહેનોને પગાર પેટે રૂ.6 હજારના પગાર ચુકવણી સાથે દર મહિને 60 થી 70 હજાર રૂપિયાનો નફો થાય છે. જેમાંથી તેઓ નફાના 10% લેખે વન વિભાગને ચુકવણી કરી છે. સ્થાનિક કક્ષાએ રોજગારી માટેના પ્રશ્ન નિવારણ સાથે આર્થીક રીતે સદ્ધર બનવાનુ કામ આ મહિલાઓ કરી રહી છે. ડાંગની ઓર્ગેનિક પ્રોડક્ટ સાથે ખોરાક માટે અચુક નાહરી કેન્દ્રની મુલાકાત લેવી. વધઇ નાહરી કેન્દ્રના સંચાલક શ્રીમતી રંજીતાબેનનો સંપર્ક નંબર છે – 6351438986

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!