PADDHARIRAJKOT

Rajkot: પડધરી ખાતે દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પ યોજાયો

તા.૨૭/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના પ્રથમ કેમ્પમાં સ્થળ પર જ દિવ્યાંગતા તપાસી અપાયા સર્ટિ, દિવ્યાંગજનોને જરૂરી સાધનોની યાદી તૈયાર કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લાના પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે, જિલ્લાના પ્રથમ એવા દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં, એલિમ્કો કંપનીના સહયોગથી આયોજિત આ કેમ્પમાં દિવ્યાંગજનોને સ્થળ પર જ દિવ્યાંગતા સર્ટિફિકેટ રીન્યુ, નવા સર્ટિફિકેટ કાઢી આપવા, તેમજ દિવ્યાંગોને જરૂરી સાધન સહાયની યાદી તૈયાર કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી સુશ્રી દેવાહુતિએ આ કેમ્પમાં વિવિધ વ્યવસ્થાઓ તપાસી હતી તેમજ દિવ્યાંગજનોને કોઈ તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરી હતી. આ સાથે તેમના હસ્તે દિવ્યાંગોને સર્ટિફિકેટ પણ અપાયા હતા.

સમગ્ર તાલુકામાંથી આશરે ૨૦૦થી વધુ દિવ્યાંગજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. બહારગામ કે ગામડે રહેતા દિવ્યાંગજનોને કેમ્પ સુધી લાવવા માટે વાહનની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

કેમ્પમાં હાડકાના નિષ્ણાત ડૉકટર, આંખ તેમજ કાન, નાક, ગળાના વિશેષજ્ઞ ડૉકટર, સાઈકીયાટ્રી તેમજ સાયકોલોજીસ્ટ વગેરે દ્વારા દિવ્યાંગતાનું પ્રમાણ તપાસીને સ્થળ પર જ પ્રમાણિત કરી સર્ટિફિકેટ પણ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, સમાજ કલ્યાણ વિભાગના પાસ તેમજ અન્ય ખૂટતા પ્રમાણપત્રો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.

દિવ્યાંગજનોની નોંધણીથી લઈને જરૂરી સર્ટિફિકેટ આપવા માટે વિવિધ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રના ૪૫ તથા તાલુકા આરોગ્ય કચેરીના ૩૦ કર્મચારીઓએ આ વ્યવસ્થા સાંભળી હતી.

આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. વૈભવ ગોરિયા, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. જુહી સોનાગરા, મેડિકલ ઓફિસર ડૉ. વિશાખા ચાવડા તેમજ ડૉ. પ્રશાંત ઠાકર સહિતના સ્ટાફે કેમ્પની વિવિધ વ્યવસ્થાઓ માટે જહેમત ઉઠાવી હતી.

મામલતદાર કચેરીના કર્મચારીઓ તલાટી કમ મંત્રીશ્રીઓ તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ પંચાયતના કર્મચારીઓ દ્વારા આનુસંગિક વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!