GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ ગામે હરસિદ્ધ શક્તિ પીઠ ખાતે જાયન્ટ ગૃપ દ્વારા મેઘા રોગ નિદાન કેમ્પ યોજાયો

વિજાપુર લાડોલ ગામે હરસિદ્ધ શક્તિ પીઠ ખાતે જાયન્ટ ગૃપ દ્વારા મેઘા રોગ નિદાન કેમ્પ યોજાયો
વાયસલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના હરસિદ્ધ શક્તિપીઠ લાડોલ મુકામે જાયન્ટ ગૃપ દ્વારા મેઘા રોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં વિવિધ બીમારી ઓ થી પીડિત લોકોએ કેમ્પ નો લાભ લીધો તાલુકામાં વિવિધ સેવાઓ સાથે સંકળાયેલ જાયન્ટ ગૃપના સભ્યો દ્વારા તેમજ રાજસ્થાન હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી લાડોલ ગામના પ્રસિધ્ધ શ્રી હરસિદ્ધ શક્તિપીઠ, ખાતે HOF ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાન હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોની ટિમ જેમાં ગેસ્ટ્રો, ઓર્થો, હૃદયરોગ, મોઢાના કેન્સર, નાક-કાન-ગળાના નિષ્ણાંત, યુરોલોજી તેમજ મેડીસીન દ્વારા 400 કરતા પણ વધારે દર્દીઓને ચકાસીને અમદાવાદની HOF ફાર્માસ્યુટિકલ્સ દ્વારા તદ્દન નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી આ કેમ્પમાં જાયન્ટ ગૃપ ના સભ્યો દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવી હતી કાર્યક્રમ નુ સંચાલન કૌશિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ જ્યારે ગામના આસપાસ ના વિસ્તાર ના લોકો કેમ્પ માં ઉપસ્થિત રહી ભરપૂર લાભ લીધો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!