નવસારી જિલ્લાના સિનિયર સીટીઝન ઇચ્છુક ખેલાડીઓ સ્પર્ધામાં લેવા15મી જાન્યુ.સુધી ફોર્મ જમા કરવાનું રહેશે.
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ૬૦ વર્ષની ઉપરના ભાઇઓ/બહેનો માટે સિનિયર સીટીઝન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીકસ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ રમતનું આયોજન કરવામાં આવનાર છે. સિનિયર સીટીઝન સ્વાસ્થ્ય જળવાઇ રહે અને આ વિભાગની પ્રવૃત્તિ સાથે જોડાય રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.જે અંતર્ગત નવસારી જિલ્લામાં પણ છ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જે સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સિનિયર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી સ્પર્ધાના ફોર્મ તા.૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં મેળવી ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ફોન નં. (૦૨૬૩૭) ૨૮૦૩૮૮ પર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.