ENTERTAINMENT

22 વર્ષ પછી જમાઈ બનીને પાકિસ્તાન પહોંચ્યા સની દેઓલ, ફરીથી મચશે ‘ગદર’

તારા સિંહ 22 વર્ષ બાદ પાકિસ્તાનના જમાઈ તરીકે પાછો ફર્યો છે. પરંતુ આ વખતે તારા સિંહે પહેલા કરતા પણ વધારે ગુસ્સે થઈને પાકિસ્તાનની ધરતી પર પગ મુક્યો છે. જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ થોડી મિનિટોના ટીઝરથી એ તો ખ્યાલ આવી જાય છે કે ‘ગદર 2’ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર તોફાન લાવી શકે છે. આ ટીઝર સકીના એટલે કે અમીષા પટેલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
આ ટીઝરની શરૂઆત એક ડાયલોગથી થાય છે. ‘તે પાકિસ્તાનનો જમાઈ છે. તેને નાળિયેર આપો અને ચાલ્લો લગાવો. નહિંતર, આ વખતે તે દહેજમાં લાહોર લઈ જશે. આ પછી તારા સિંહની એન્ટ્રી થાય છે જે ગુસ્સામાં જોવા મળે છે. આ પછી, તારા સિંહ બળદગાડાના પૈડાને ઉખેડીને હવામાં લહેરાવતો જોવા મળે છે. આ સીન જોઈને લાગે છે કે ચાહકોને ગદર 2માં ગદર કરતા વધુ એક્શન સીન જોવા મળશે.
તે જ સમયે, આ ટીઝરના અંતમાં તારા સિંહ રડતો જોવા મળે છે. આ ટીઝર રિલીઝ થતાં જ ચાહકોની એક્સાઈટમેન્ટ વધુ વધી ગઈ છે. ફિલ્મનું ટીઝર અમીષા પટેલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું છે- ‘તારા સિંહ ઈઝ બૈક.’

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!