GUJARATIDARSABARKANTHA

હિંમતનગરમાં RSS ના 100 વર્ષની ઉજવણીને લઈને અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો,

હિંમતનગરમાં RSS ના 100 વર્ષની ઉજવણીને લઈને અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો,7000 હજાર સ્વયમ સેવકોએ બે ભાગમાં પથ સંચલન કર્યું…

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આજે RSS નો પ્રથમ અંગદ શક્તિ એકત્રીકરણનો મોટો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સવારે જીલ્લાના અલગ ગામો માંથી આવેલા સ્વયમ સેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું.. ત્યારબાદ શહેરના મહાવીરનગર વિસ્તારમાં બે ભાગમાં ભવ્ય પથ સંચલન યોજાયું હતું.. આવતા વર્ષે RSS ને 100 વર્ષ પૂર્ણ થવાના છે,આવતા વર્ષે શતાબ્દી વર્ષના પ્રવેશ થઇ રહ્યો છે.તેના ભાગરૂપે રવિવારે હિંમતનગરના બેરણા રોડ પર આવેલ મહાદેવ મેદાનમાં જીલ્લાના અલગ અલગ ગામોમાંથી આવેલા સ્વયમ સેવકોનું રજીસ્ટ્રેશન થયું હતું.તો જિલ્લાભરના 12 વર્ષથી ઉપરના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહ ભેર જોડાયા હતા.આમ 7000 હજાર થી વધુ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાન (મોદી ગ્રાઉન્ડ) થી બે અલગ અલગ ભાગમાં પથ સંચલન કર્યું હતું.
8000 થી વધુ સ્વયમ સેવકોનો પથ સંચલનનો પ્રારંભ મહાદેવ (મોદી) મેદાનથી થયો હતો જેમાં પ્રથમ ભાગમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું બે અઢી અઢી કિમી ના રૂટ હતા.જેમાં દોઢ દોઢ કિમી પથ સંચલન લાંબુ હતું.પ્રથમ ભાગમાં મહાદેવ મેદાનથી ગાયત્રી મંદિર રોડ પર થઈને મહાકાલી મંદિરે થઈને પરત ગાયત્રી મંદિર રોડ પર થી મહાદેવ મેદાન સુધી યોજાયું હતું.જયારે બીજા ભાગમાં મોદી મેદાન થી બેરણા રોડ પર થઈને ખેડ તસીયા રોડ પર પહોચ્યું હતું જ્યાંથી મહાવીરનગર ચાર રસ્તે અહિંસા સર્કલ થી પરત ખેડ તસીયા રોડ થઈને બેરણા રોડ પર થઈને મહાદેવ મેદાન પૂર્ણ થયું હતું.બે ભાગમાં રૂટો પર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડ ની બંને બાજુ ઉપસ્થિત રહીને પથ સંચલનને જયશ્રીરામના નારા સાથે ફૂલડાંઓ વરસાવીને સ્વાગત કર્યું હતું.અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!