KOTDA SANGANIRAJKOT

કોટડાસાંગાણી ખાતે પ્રી અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ અંગેનો કેમ્પ યોજાયો

તા.૩૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં પ્રી-મેટ્રીક અને પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપના અનુસુચિત જાતિ (એસ.સી.) અને અનુસુચિત જનજાતિ (એસ.ટી.) વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લીંક કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ કોટડાસાંગાણી તાલુકાના શાપર/વેરાવળની નવી કન્યા શાળા ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લીંક કરવામાં આવતી મુશ્કેલીઓનું બેંક મેનેજરશ્રીએ સ્થળ પર જ નિરાકરણ કર્યું હતું.

આ કેમ્પના સુચારુ આયોજન માટે કોટડાસાંગાણીના મામલતદારશ્રી જે.બી.જાડેજા તથા સમાજ કલ્યાણ વિભાગના શ્રી વિજયભાઈ તંતી, બી.આર.સી. શ્રી વીરભદ્રસિંહ જાડેજા તથા સી.આર.સી., બેંક મેનેજરશ્રી, બેંક સ્ટાફ અને વીસ શાળાના આચાર્યશ્રી, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!