GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

કપાસના પાકમાં જોવા મળતા રોગોનાં નિયંત્રણ અંગેના ઉપાયો જાહેર કરાયા.

તા.23/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રાજ્યમાં વરસાદ ખેંચાતા કપાસનાં પાકમાં ચૂસિયા જીવાતો, મૂળનો કોહવારો અને સુકારા રોગનાં નિયંત્રણ અંગે ખેડૂતોને માહિતગાર કરવાની જરૂરિયાત ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી નીચે મુજબના ઉપાયો સૂચવવામાં આવ્યા છે કપાસની ચૂસિયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન, મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટીનાં (ક્રાયસોપા) ઇંડા અથવા ઇયળને હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં બે વખત છોડવી. લીમડાનાં મીંજનું ૫% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી, ૨૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો• ચુસીયા પ્રકારની જીવાતોનાં નિયંત્રણ માટે એસીડામીપ્રીડ ૨૦ એસ.પી. ૨ ગ્રામ, ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મીલી., થાયોમીથોકઝામ ૨૫ ડબલ્યુ જી ૩ ગ્રામ, ડાયફેન્થીયુરોન ૫૦ વે.પા ૧૦ ગ્રામ પૈકી કોઈપણ એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો• સફેદ માખી માટે પીળા ચીકણા પિંજરનો મોજણી અને નિયંત્રણમાં ઉપયોગ કરવો સફેદ માખીનાં નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપ્રોફેજીન ૨૫ એસ.સી. ૨૦ મીલી કે એસીફેટ ૭૫ એસ.પી. ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો• મીલીબગના વધુ ઉપદ્રવ હોય તો ૧૫ દિવસના અંતરે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મીલી અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી 2 ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં મેળવી છંટકાવ કરવો• કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખૂલેલા જીંડવાને ખંખેરી રૂપલા ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડુ પકડી હારમાં ઝડપથી ચાલવાથી રૂપલાઓને નીચે પાડી નાશ કરી શકાય છે. કપાસના રોગોના નિયંત્રણ માટે લેવાનાં પગલાં,કપાસમાં મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું ૦.ર ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી ૪ થી ૫ દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે ખેતરમાં કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે જેના નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫ સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે આ રોગના નિયંત્રણ માટે અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી. પ્રમાણે છોડની ફરતે રેડવું આ અંગેની વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી કે.વી.કે. ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!