NAVSARIVANSADA

KGF દ્વારા આદિવાસી ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન 2 ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા

 

KGF દ્વારા આદિવાસી ક્રિકેટ પ્રીમિયમ લીગ સીઝન 2 ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.
આદિવાસી સમાજમાં એકતા અને અખંડિતતા અને સંગઠન ઉમદા હેતુથી આદિવાસી ક્રિકેટ પ્રીમીયર લીગનું આયોજન

વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર KGF ના ઓનર મયુર પટેલ દ્વારા આયોજીત આદિવાસી ક્રિકેટ પ્રીમીયર લીગ સીઝન 2ની શુભારંભ ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.
આદિવાસી ક્રિકેટ પ્રીમીયર લીગ સીઝન 2માં કુલ 10 ટીમો ભાગ લીધો હતો જેમાં KGF ઇલેવન મયુર પટેલ, વેદાશી હોસ્પીટલ ઇલેવન ડો.વીનુંભાઈ જાદવ, કે.આર.એન્ટરપ્રાઇસ ચીકટીયા રજનીસ પટેલ, ત્રિપલ નાઇન ઇલેવન ભીનાર પ્રશાંત પટેલ, બ્લેક લાયન ઇલેવન ભીનાર મીલન પટેલ, આરાધ્યા મેડીકલ સ્ટોર વાલઝર નિકેલ પટેલ, બિરસા મુંડા ઇલેવન કાંટાસેવલ બીપીન પટેલ, મહેક ઇલેવન સિણધઇ મહેશ પટેલ, વકીલ ઇલેવન ધર્મેશ પટેલ ઉનાઈ અને લીમઝર કિંગ ઇલેવન કિરણ વાધેચાની ટીમો ભાગ લીધો હતો.
આદિવાસી ક્રિકેટ પ્રીમીયર લીગ સીઝન 2નું ભવ્ય આયોજન મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, કલ્પેશ પટેલ તાં પંચાયત ધરમપુરના સભ્ય, યુસુફ ગામીત, ઉનાઈ ગામ પંચાયતના સરપંચ મનીષભાઈ પટેલ, ખંભાલીયા ગામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ, ભીનાર ગામ પંચાયતના સરપંચ જિતેન્દ્ર પટેલ, ઉનાઈ ગામ પંચાયતના ડેપ્યુટી સરંપચ ઘવલભાઈ ઢીંમર, વેદાંશી હોસ્પીટલના ડો. વીનુભાઈ જાદવ, માજી સરપંચ ઉનાઈના જયંતીભાઈ ઢીંમર, હેમાંશું ઢીમર શીતલ પટેલ,અશોકભાઈ નિવૃત્ત પી.ટી શિક્ષક (રાજકોટ) તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ તથા પ્રેક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી ક્રિકેટ પ્રીમીયર લીગ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કોમેન્ટીની ભૂમિકા સરફરાજ માંકડા સિણધઇ તથા અમ્યાયરની સેવા લેવામાં આવી છે આ સમ્રગ ટુનોમેન્ટનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!