Rajkot: કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ
તા.૧૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા ભવ્યતા સાથે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગામડાંના ખૂણેખૂણેથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનસભાની વચ્ચે રાજપીપળા ગામના આગેવાન *ભરતભાઈ જીવાભાઈ સાકરીયા* 250થી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા સંગઠનને નવી ઉર્જા અને મજબૂતી મળી છે.
આ કાર્યક્રમમાં પ્રદેશ નેતા રાજુભાઈ કરપડા, બ્રિજરાજભાઈ સોલંકી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા, જિલ્લા કિસાન વિંગ પ્રમુખ મનોજભાઈ કનેરિયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને યોગેશભાઈ વસોયા લોકસભા સહ ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા 71 વિધાનસભાના ઇન્ચાર્જ કૌશિકભાઇ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કોટડા તાલુકા પ્રમુખ રાજનભાઈ સોજીત્રા અને હકૂભા સરવૈયાએ કાર્યકર્તાઓ સાથે મળીને કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. રામોદ ગામની આ ઐતિહાસિક જનસભા બાદ હવે સમગ્ર તાલુકા સહિત રામોદ ની શેરીઓ અને ગલીઓમાં પણ આ જનસમર્થનની ચર્ચા ગુંજાઈ રહી છે.