DAHODFATEPURAGUJARAT

ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલ માં ભારતના ચંદ્રયાન-3 નું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ હૅન્ડિંગ થવાથી ધામધુમથી ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકાની અંગ્રેજી માધ્યમની શ્રી હરિ પબ્લિક સ્કૂલ માં ભારતના ચંદ્રયાન-3 નું ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ હૅન્ડિંગ થવાથી, તેમજ દક્ષિણી ધ્રુવ પર લૅન્ડિંગ કરનારો ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો હોવાથી સ્કૂલ દ્વારા ખુબ જ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રીમાન ચિરાગ સર, શાળાના આચાર્ય શ્રીમતી ચયાન્શી પટેલ, તેમજ શાળાના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા કેક કાપી ને તેમજ વિધાર્થીઓ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી દ્વારા ચંદ્રયાન -૩ નું ચિત્ર બનાવીને ઈસરો ના સાહસિક વૈજ્ઞાનિકો નો આભાર વ્યક્ત કર્યો હતો અને શુભકામનાઓ પાઠવી હતી. આ નિમિત્તે રાષ્ટ્રગીત નું પણ ગાન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ ના અંતે શાળા પરિવાર દ્વારા બાળકો ને ચોકલેટ અને બિસ્કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!