GANDEVIGUJARATNAVSARI

નવસારી ગણદેવી તાલુકાના તોરણગામે અજાણી મહિલાની લાશના વાલીવારસની તપાસ કરવા બાબત.

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના તોરણગામમાં અંબિકા નદીના પૂર્વ કિનારે પાસે ગત તા.૧૦ /૦૯ /૨૦૨૫ના રોજ કોઇ અગમ્ય કારણસર ઉંડા પાણીમા ડુબી જવાથી મરણ ગયેલ લાશ મળી આવી હતી.  મરણજનાર અજાણી સ્ત્રીની લાશ ઉ.વ.આ. ૫૫ થી ૬૦ , શરીરે કાળા કલરનું બ્લાઉઝ તથા કમરના ભાગે લાલ કલરનો ચણિયો પહેરેલ છે. આ ઇસમના જમણા હાથમાં બગસરાની ચાર બંગડી પહેરેલ છે . આ ઈસમ શરીરે મધ્યમ બાંધાનો તથા ઉંચાઈ આશરે ૪ ‘ ૫ ” ફુટ જેટલી છે. આ ઇસમના વાલીવારસો ગણદેવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગણદેવી  દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!