જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ
અલ્લાહાબાદ હાઈકોર્ટના તાજેતરના ઐતિહાસિક નિર્ણયનું પાલન કરતા ઉત્તર પ્રદેશ સરકારે જાતિગત ભેદભાવને ખતમ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ મુજબ, હવેથી રાજ્યમાં જાતિ-આધારિત રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે જ, જાહેર સ્થળો, પોલીસ FIR, ધરપકડ મેમો અને અન્ય સરકારી દસ્તાવેજોમાં કોઈની પણ જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ સંબંધમાં મુખ્ય સચિવે જરૂરી નિર્દેશો પણ જારી કર્યા છે.
મુખ્ય સચિવના આદેશ અનુસાર, હવેથી પોલીસ રેકોર્ડ્સ, જેમ કે FIR અને ધરપકડ મેમોમાં કોઈ પણ વ્યક્તિની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. ઉપરાંત, સરકારી અને કાયદાકીય દસ્તાવેજોમાંથી પણ જાતિ સંબંધિત કોલમ દૂર કરવામાં આવશે. આ પગલાથી બધાને સમાન રીતે જોવામાં આવશે. જોકે, જ્યાં જાતિ કાયદાકીય રીતે જરૂરી હોય તેવા કેટલાક કેસોમાં આ નિયમ લાગુ નહીં પડે.
જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર હવે સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર જાતિનો મહિમા કે દ્વેષ ફેલાવતી સામગ્રી વિરુદ્ધ IT એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.
આ ઐતિહાસિક નિર્ણય ખરેખર અલ્લાહાબાદ હાઈકોર્ટના જજ વિનોદ દિવાકરની એકલપીઠે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ આપ્યો હતો. આ નિર્ણય પ્રવીણ છેત્રી વિરુદ્ધ રાજ્યના દારૂની તસ્કરીના કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. અરજદાર પ્રવીણ છેત્રીએ પોતાની ધરપકડ દરમિયાન FIR અને જપ્તી મેમોમાં તેની જાતિ (ભીલ)નો ઉલ્લેખ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે આ કૃત્યને બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ ગણાવીને કહ્યું કે જાતિનું મહિમામંડન કરવું તે ‘એન્ટિ-નેશનલ’ (રાષ્ટ્ર-વિરોધી) છે.
આ પછી, કોર્ટે તાત્કાલિક અસરથી ઉત્તર પ્રદેશ સરકારને પોલીસ દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો. જેમાં આરોપીઓ, માહિતી આપનાર અને સાક્ષીઓની જાતિ સંબંધિત તમામ કોલમ અને એન્ટ્રીઓ દૂર કરવાનો સ્પષ્ટ નિર્દેશ સામેલ હતો.
કોર્ટે DGPના સોગંદનામામાં આપવામાં આવેલા તર્કો (જેમ કે ઓળખ માટે જાતિ જરૂરી છે)ને ફગાવી દેતા કહ્યું કે ફિંગરપ્રિન્ટ, આધાર, મોબાઇલ નંબર અને માતા-પિતાની વિગતો જેવા આધુનિક સાધનોથી જાતિ આધારિત ઓળખની કોઈ જરૂર નથી.
કોર્ટના નિર્દેશો બાદ મુખ્ય સચિવ દ્વારા 21 સપ્ટેમ્બર, 2025ના રોજ 10 મુદ્દાઓનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે જાતિગત ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
FIR, ધરપકડ મેમો, ચાર્જશીટ વગેરે દસ્તાવેજોમાંથી જાતિનો ઉલ્લેખ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આરોપીની ઓળખ માટે હવે પિતાની સાથે માતાનું નામ પણ ફરજિયાતપણે લખવામાં આવશે.
કોર્ટના નિર્દેશો બાદ મુખ્ય સચિવ દ્વારા 21 સપ્ટેમ્બર, 2025ના રોજ 10 મુદ્દાઓનો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે જાતિગત ભેદભાવને જડમૂળથી નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
FIR, ધરપકડ મેમો, ચાર્જશીટ વગેરે દસ્તાવેજોમાંથી જાતિનો ઉલ્લેખ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. આરોપીની ઓળખ માટે હવે પિતાની સાથે માતાનું નામ પણ ફરજિયાતપણે લખવામાં આવશે.
#cast