સમીર પટેલ, ભરૂચ
ભરૂચ –- એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં નોંધાયા હતા. જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન અનુસાર ફાઇલેરિયા નિર્મુલન માટે નેત્રંગ તાલુકા વિસ્તારના તમામ લોકોને આજથી ૧૨ ફેબ્રઆરી સુધી આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA) ની સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વસુઘાબેન વસાવા તેમજ અન્ય પદાધિકારીગણ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીગણે ફાઇલેરિયા નિર્મુલન કાર્યક્રમમાં ભાગ લઈ લિમ્ફેટીક ફાઈલેરીયાસીસની દવા આરોગીને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
વધુમા, માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં મહિલા અને બાળવિભાગ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના સહકાર અને સંકલનથી નેત્રંગ તાલુકા વિસ્તારમાં તાલુકાની કુલ ૧,૦૭,૩૧૭ જેટલી વસ્તીને આવરી લઈ DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ શરૂ કરી નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ૯૨ જેટલી ટીમ હાઉસ ટુ હાઉસ, ઈંટના ભટ્ટાઓ, જાહેર સ્થળ, ફરી ઉંમર પ્રમાણે નિયત ડોઝ રૂબરૂમાં ગળાવવામાં આવી રહ્યા છે. જેમાં નેત્રંગ તાલુકાની ૧૫૦ આંગણવાડીના બાળકો, ૧૩૭ શાળાઓ તેમજ ૧ કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવાયા છે.
વધુમાં, નાના બાળકોમાં ખાસ કરીને કૃમિ (કરમ)નું પ્રમાણ વધુ પડતુ જોવા મળતુ હોય છે. બાળકોનું આરોગ્ય, પોષણ, શિક્ષણ અને જીવનની ગુણવત્તા સુધારવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને આઇસીડીએસ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે. એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ ની સાથે સાથે ભરૂચ જિલ્લામાં આજે આમોદ તાલુકાના 28977, અંકલેશ્વર તાલુકાનાં 106410, ભરૂચ તાલુકાના 128732, હાંસોટ 17064, જંબુસર -51909, ઝઘડિયા -38466, નેત્રંગ -34776, વાગરા -21184, વાલીયા-29308 એમ મળી ભરૂચ જિલ્લામાં 456826 બાળકોમાં કૃમીનો નાશ થાય તે માટે માસ ડ્રગ એડમીનીસ્ટેશન કરી વિશેષ દરકાર લે બાળકો, વાલીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિશેષ જાગૃત્તિ ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
*****