GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના મોર ઉંડારા પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને 5 ટ્રેક્ટરને જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

શહેરા તાલુકાના મોર ઉંડારા ગામ પાસેથી પસાર થતી પાનમ નદીમાં અનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યુ હોવાની બાતમી જિલ્લા ખાણ ખનીજ વિભાગને મળી હતી,જે બાતમી આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે મોર ઉંડારા ગામ પાસેથી પસાર થતી પાનમ નદીના પટમાં રેઇડ કરતાં સ્થળ પર એક જેસીબી મશીન દ્વારા ખોદકામ કરી સાદી રેતી કાઢવામાં આવતી હોવાની સાથે ત્યાં પાંચ જેટલા ટ્રેક્ટર ઉભેલા નજરે પડતા ખાણ ખનીજ વિભાગની ટીમ નદીના પટ તરફ જતા અફરાતફરી મચી હતી. રેઇડ દરમ્યાન ખાણ ખનીજ વિભાગની ટીમને પાનમ નદીના પટમાં અનઅધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાનું જણાઈ આવતા જિલ્લા ખાણખનીજ વિભાગની ટીમે તપાસ રિપોર્ટ કરી અનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન કરતા એક જેસીબી મશીન અને પાંચ ટ્રેક્ટરને ઝડપી પાડી તમામ વાહનો નાંદરવા આઉટ પો.સ્ટે. માં મુકાવી અંદાજીત રૂ.૬૦ થી ૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ અનઅધિકૃત રીતે રેતી ખનન મામલે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાણ ખનીજ વિભાગે રેતીનું ખનન કરનારાઓ સામે લાલ આંખ કરતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!