તા.૦૯.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે ખોરાક વિક્રેતા વેપારીઓ સાથે આયુષ્માન આરોગ્ય શિબીર યોજાઈ
ખોરાક વિક્રેતા વેપારીઓ નો સેમિનાર તાલુકા હેલ્થ કચેરી દાહોદ ખાતે આજ રોજ તા.09.10.2024 ના રોજ માન. જીલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે ની સૂચના તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન અન્વયે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દાહોદ ના અધ્યક્ષ પણા હેઠલ નગર પાલિકા દાહોદ ના સૌજન્ય થી તાલુકા હેલ્થ કચેરી દાહોદ ખાતે દાહોદ મા આવેલ હોટેલ રેસ્ટોરન્ટ તેમજ પાણી પૂરી વાળા તેમજ ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ ની મીટીંગ કરી સ્વચ્છતા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સાથે સાથે કામ કરતા વ્યક્તિઓ ની મેડીકલ તપાસ પણ કરવામાં આવી હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ પાણી પૂરી અને ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ ને ગ્લોસ કેપ, સ્વચ્છ કપડાં પહેરવા માટે તેમજ તાજા શાકભાજી, સ્વચ્છ પાણી , ગુણવતા યુક્ત તેલ,અનાજ,તમામ ખાદ્ય પદાર્થો ઉત્તમ ગુણવતા યુક્ત સામગ્રીઓ રાખવા અને તૈયાર વસ્તુઓ ઉપર માખી કે અન્ય જીવજંતુ ના પડે એના માટે ઢાંકીને રાખવા માટે સૂચના આપવામાં આવી જેથી કરીને આવનાર નજીક ના તહેવારો મા કોઈનું આરોગ્ય જોખમાય નહિ તે માટે વધુમાં કામ કરતા તમામ લોકોની મેડીકલ તપાસ ફરજીયા કરવા સૂચના આપવામાં આવી વધુ મા બાકી રહી ગયેલ PMJAY કાર્ડ કડાવી લેવા માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી ,શિબિર મા તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ,ફૂડ ઇન્સ્પેકટર શ્રી નગરપાલિકા દાહોદ તેમજ દાહોદ ના હોટેલ રેસ્ટોરન્ટ પાણી પૂરીની લારી વાળા બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા