RAJKOTUPLETA

ઉપલેટા તાલુકા શાળાના શિક્ષિકાએ રાજકોટ જિલ્લા કક્ષાએ ઇનોવેશન પ્રદર્શન કર્યું, સતત વિદ્યાર્થીઓ માટે કરે છે મહેનત

તા.૧૬ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે કઈક કરવાના હેતુ સાથે સતત મહેનત કરતાં જોવા મળે છે

ઉપલેટા શહેરમાં આવેલ તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિક્ષિકા કોમલ કોઠડીયાએ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા આયોજિત ઇનોવેશન પ્રદર્શનમાં ભાગ લઈને રાજકોટ જિલ્લા કક્ષાએ પોતાના દ્વારા કરવામાં આવેલ ઇનોવેશન પ્રદર્શિત કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહેલાયથી અને સરળ રીતે શિક્ષણ મળી રહે તે માટેની અનેક કૃતિઓ અને પ્રવૃતિઓ બનાવી હતી.

આ શિક્ષિકાએ જણાવ્યું હતું કે તેઓ અભ્યાસની સાથે બાળકોને વર્તમાન સમયમાં જનરલ નોલેજ અને ભવિષ્યમાં વિદ્યાર્થી જ્યારે પોતાની કારકીદી માટેની પરિક્ષાઓની તૈયારીઓ કરે ત્યારે બાળપણથી શિક્ષણમાં તેમને આપવામાં આવેલ શિક્ષણ કામ આવે જેથી આ શિક્ષિકા બાળકોને રમતની સાથે શિક્ષણ અને અભ્યાસ લક્ષી કામમાં ઉપયોગ થાય તે માટે સતત મહેનત કરતાં રહે છે અને વિદ્યાર્થીઓ માટે કાઈક અભ્યાસમાં નવીન કરવાની અને રાજ્ય કક્ષા સુધી પહોંચવાની ભાવના સાથે તેઓ કાયમી પ્રવૃતિઓ કરતાં જોવા મળે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!