ARAVALLIBAYAD

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા તેમજ વજાપુર ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

કિરીટ પટેલ વાત્સલ્યમ સમાચાર બાયડ

કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય”- મંત્રી બળવંતસિંહ રાજપૂત
મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વજાપુર, સિલાદ્વિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 45 બાળકોએ પ્રવેશ મેળવ્યો
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત અરવલ્લી જિલ્લાના વજાપુર, સિલાદ્રિ અને બોલુન્દ્રા પ્રાથમિક શાળા ખાતે માન. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. ત્રણ શાળાઓમાં ૪૫ જેટલાં બાળકોને સ્કૂલ બેગ કીટ અને વિતરણ કરવામાં આવ્યું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું ભારતના દુરદેશી વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારના આ અભૂતપૂર્વ વિચાર થકી શિક્ષા ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે. શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ હોય તો ગમે તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સારા અને યોગ્ય શિક્ષણ આપણાં ભવિષ્યને આકાર આપવા અને વ્યાવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે આપણા વ્યક્તિત્વને વિકસાવવામાં અને કુટુંબ અને સમાજમાં માન્યતા અને આદર મેળવવા માટે મદદ કરે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક ભાગ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળામાં ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!