INTERNATIONAL

ચંદ્રયાન-3 પહેલા ચંદ્ર પર ઉતરી શકે છે રશિયન લેન્ડર

ભારત બાદ હવે રશિયાએ પણ લુનાર મિશન Luna-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન મોકલ્યું છે. Luna-25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં સ્થિત અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું Luna-25 ચંદ્ર પર લેન્ડિંગ કરશે.
રશિયન મીડિયા અનુસાર, 11 ઓગસ્ટ, શુક્રવારે સવારે 4.40 વાગ્યે, Luna-25 લેન્ડરને રશિયાના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. Luna-25ને સોયુઝ 2.1બી રોકેટમાં ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું. તેને Luna-Glob મિશન નામ આપવામાં આવ્યું છે. રોકેટની લંબાઈ લગભગ 46.3 મીટર છે, જ્યારે તેનો વ્યાસ 10.3 મીટર છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસનું કહેવું છે કે Luna-25 ચંદ્ર તરફ રવાના થઈ ગયું છે. પાંચ દિવસ સુધી તે ચંદ્ર તરફ આગળ વધશે. આ પછી, 313 ટન વજનનું રોકેટ 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે. એવી અપેક્ષા છે કે 21 અથવા 22 ઓગસ્ટે તે ચંદ્રની સપાટી પર પહોંચશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!