AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પોહચતા આકરી ગરમીના કારણે જિલ્લાનાં માર્ગો સુમશાન બન્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
રાજ્યમાં ક્યાંક વાતાવરણમાં પલટો તો ક્યાંક અસહ્ય ગરમી પડી રહી છે.દક્ષિણ વિસ્તારમાં આવેલ ડાંગ જિલ્લામાં પણ હાલમાં ક્યારેક તાપમાનમાં ઘટાડો તો ક્યારેક તાપમાનમાં વધારો નોંધાઈ રહયો છે.ડાંગ જિલ્લામાં પડી રહેલ અસહ્ય ગરમીનાં કારણે ચાલુ વર્ષે વહેલી તકે પાણીનાં સ્ત્રોત સુકાઈ જવા પામ્યા છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચાલુ વર્ષે 35થી 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન યથાવત રહેતા ડાંગી જનજીવન ત્રસ્ત બન્યુ છે.ડાંગ જિલ્લામાં હાલનાં ઉનાળાનાં ઋતુનો આકરો તાપ લોકો સહિત પશુ પક્ષીઓ માટે અસહ્ય બની રહ્યો છે.શુક્રવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ,જ્યારે આહવા,વઘઇ અને સુબિર પંથકમાં 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાતા જનજીવન સહિત પશુ પક્ષીઓ આકરી ગરમીથી શેકાયા હતા.ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન 35 ડિગ્રી તાપમાન નોંધાતા અસહ્ય ગરમી જોવા મળી હતી.જ્યારે મોડી સાંજે ઠંડકતા પ્રસરી જતા પ્રવાસીઓએ રાહત મેળવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!