RAJKOTVINCHCHHIYA

રાજકોટના વિછીયામાં પાણી પહોંચાડવા માટે ગૌમા ડેમ આધારિત યોજના ફરીથી કાર્યાન્વિત કરવામાં આવશે

તા.૨૯/૬/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રૂ. ૩૫.૧૦ કરોડના ખર્ચે આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી.ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ભુગર્ભ ગટર યોજના સહિતના કામોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કામ તથા ભુગર્ભ ગટર યોજનાના કામોનું કુલ ૩૫.૧૦ કરોડના ખર્ચે યોજનાકિય કામોનું લોકાર્પણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, શહેરના ગંદા પાણીના નિકાલની યોજના અમલમાં આવતા શહેર સ્વચ્છતા બનશે. સૌથી મોટી રકમના કામની મંજૂરી મેળવનાર વિંછીયા ગ્રામ પંચાયતમાં પાણી પુરવઠા બોર્ડની આંતરિક પાણી પુરવઠા યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જયારે ગામના દરેક ઘરમાં પાણી વિતરણની વ્યવસ્થા વાસ્મો દ્વારા કરવામાં આવે છે. આગામી તા. ૧૫ જુલાઈ સુધીમાં પંચાયત, ભૂગર્ભ અને વાસ્મો કચેરીમાં એક કર્મચારી બેસશે જે લોકોની ફરિયાદો એકઠી કરશે, ત્યારબાદ તુરંત જ તેમના પર જરૂરી પગલાઓ લઈને પાણી અને ગટરની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રોડ રસ્તાને લગતા કામો શ્યામા પ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજના અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે તેમજ આર.સી.સી. રોડ મંજૂર કરવામાં આવ્યા છે.

આજરોજ લોકાર્પિત ૩ એમ.એલ.ડી. સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાશે. જેથી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે. આ વિસ્તારમાં પાણીનું વિતરણ છેક નાવડાથી લઈને વીંછીયા સુધી પહોંચાડવામાં આવે છે. ગૌમા ડેમ આધારિત યોજના ફરીથી કાર્યાન્વિત કરવામાં આવશે. અંદાજિત ૫૫ કરોડના ખર્ચે વીંછીયા થી છાસીયા સુધી પાણી પહોંચાડવાની યોજનાનું કામ ચાલી રહ્યુ છે. મોઢુકાથી હિંગોળગઢ સુધી 25 કરોડના ખર્ચે પાઇપલાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ મંત્રીશ્રી બાવળીયાએ કહ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, લોકોને નલથી જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળની ચકલીમાંથી પાણી મળતું થાય. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગવી ઢબે કાર્ય કરવામાં આવી રહ્યું છે. “સૌની” યોજના અંતર્ગત ૧૭૧ કરોડના ખર્ચે હાલમાં ૨૩ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આસલપુર, પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, જનડા, પાનેલી, ભાડેર, રેવાણીયા, ઓરી, કમળાપુર સહિત પુરણીયા વગેરે ગામોમાં “સૌની” યોજનાનું પાણી આવશે. જસદણના પાદરથી વિંછીયા સુધીના ૬૦ તળાવમાં “સૌની” યોજનાનું પાણી ભરવામાં આવશે. આ માટે અમૃત સરોવરો ઊંડા કરાયા છે. ટૂંક સમયમાં જ આઈ.ટી.આઈ-વિંછીયાના નવા મકાનનું લોકાર્પણ કરાશે. વિછીયામાં ઓરી-ખારચિયા રોડ પર વિછીયા જી.આઇ.ડી.સી.ની મંજૂરી મળી ગઈ છે. ટૂંક સમયમાં આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ થતા રોજગારી મળવાનું પણ શરૂ થઈ જશે. દર્દીઓના ડાયાલિસિસ માટે અમરાપુર પી.એચ.સી.માં જ આરોગ્યની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી બાવળીયાએ આંતરિક પાણી પુરવઠા યોજના, ૩.૦ એમ.એલ.ડી ના સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા ભુગર્ભ ગટર યોજનાના કાર્યસ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે સરપંચ શ્રી ચતુરભાઈ રાજપરા, એ.પી.એમ.સી. ના અગ્રણી કડવાભાઈ જોગરાજીયા, શ્રી સવિતાબેન વાસાણી, શ્રી અશ્વિનભાઈ સાકરીયા, શ્રી ખોડાભાઈ ખસિયા, શ્રી વિપુલભાઈ ડેરવાડીયા, શ્રી બીપીનભાઈ જસાણી, શ્રી કમલેશભાઈ રાવલ, મામલતદાર, ટી.ડી.ઓ. તેમજ પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર શ્રી રાજેશભાઈ મહેરીયા, અધિક્ષક ઈજનેર શ્રી કોમલબેન અડાલજા સહિત પાણી પુરવઠા બોર્ડ, ભુગર્ભ ગટર યોજનાના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!