MULISURENDRANAGAR

મુળી તાલુકાનાં દુધ‌ઈ ગઢડા નર્મદાનાં નીર થકી તળાવો ચેકડેમો ભરવામાં આવ્યા.

તા.10/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની મહેનત રંગ લાવી.

મુળી તાલુકાનાં ગામોમાંથી સૌની યોજના હેઠળ પાઈપ લાઈન પસાર થાય છે ત્યારે ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ એવાં રાજુભાઈ કરપડાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને ખેડૂતોને આગોતરી વાવણી માટે હાલ ખાસ પાણીની જરૂર હોય તો સૌની યોજના હેઠળ તળાવો ચેક ડેમો ભરવાની રજૂઆત નર્મદા નીગમ વિભાગ ગાંધીનગર ખાતે ખેડૂતોને સાથે રાખી કરવામાં આવી હતી અને આ રજૂઆત નર્મદા વિભાગ દ્વારા માન્ય રાખી હતી જેમાં પાણીનાં વહેણ સાફ સફાઈ માટે રાજુભાઈ કરપડાએ રૂપિયા બે લાખનો ખર્ચ કરી ખેડૂતોને આગોતરી વાવણીમાં નર્મદાનાં નીર મળી રહે તે માટે ખર્ચ પોતાએ કરેલ હતો ખેડૂતો એ શ્રમદાન કરેલ હોય ત્યારે હાલ તમામ તળાવો ચેક ડેમો ભરવાની કાર્યવાહી ચાલુ છે જેમાં ખેડૂતોને ૪૦૦ હેક્ટર જમીનમાં હાલ પીયત થશે અને આગોતરી વાવણીની હર્ષોલ્લાસ સાથે ખેડૂતો કરી રહ્યા છે આજુબાજુના ગામોમાં દુધ‌ઈ ખાટડી ટીકર સરલા ગઢડાની જમીનમાં ખેડૂતો ને ફાયદો થશે જેમાં ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાનું સન્માન કરવામાં આવ્યું હતું અને નર્મદા વિભાગનાં અધિકારીઓ નો આભાર માન્યો હતો જ્યારે પણ કોઈ ખેડૂતો ની લડત હોય તેમાં રાજુભાઈ કરપડા અગ્રેસર હોય છે અને આ વખતે ખેડૂતો માટે તેઓનાં અંગત બે લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો માટે સાચા કર્મઠ આગેવાન રાજુભાઈ કરપડા સાબિત થયાં છે જ્યારે સાપરકા તળાવ,હાદાસર તળાવ,ગામ તળાવ, ડેમ ઓવરફ્લો થયો છે અને ગઢડા તળાવ ભરવાની કાર્યવાહી ચાલુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!