NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી નગરપાલિકા પટાંગણ ખાતે મિશન મંગલમ યોજના દ્વારા તા.૧૦ થી તા.૧૪/૧૦/૨૦૨૩ સુધી મેળાનું આયોજન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આયોજિત “ નવરાત્રીમેળા” ની મુલાકાત લઇ,  મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વાનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને  કરવામાં આવ્યો અનુરોધ..
સરકારશ્રીના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતા બનાવવાના હેતુસર નવસારીના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા મિશન મંગલમ યોજનઓ અંતર્ગત સ્વસહાય જુથો દ્વારા નવરાત્રીમેળા તથા આગામી તહેવારોને ધ્યાને લઇ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓના વેચાણના હેતુસર   નવરાત્રી મેળા-૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ છે. જે નવરાત્રી મેળાનું આજ રોજ જીલ્લાગ્રામ વિકાસ એજન્સીના NRLM શાખાના ડીએલએમશ્રી દ્વારા દિપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.નવરાત્રી પવિત્ર પર્વ નિમિત્તે સંબંધિત ચીજ વસ્તુઓ જેવી કે, ચણીયા ચોલી, મિઠાઇ, ઓકસોડાઇઝ જવેલરી, સાબુ શેમ્પુ, ગિફ્ટ આર્ટીકલની વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તથા મહિલા સંગઠનોને સીધે સીધુ બજર મળી રહે તે હેતુથી નવસારી નગરપાલિકાના બહારના પટાંગણ ખાતે તા.૦૯/૧૦/૨૦૨૩ થી તા.૧૪/૧૦/૨૦૨૩ દરમિયાન આયોજિત “ નવરાત્રીમેળા” ની મુલાકાત લઇ,  મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વાનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!