GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં છેવાળાની ત્રણ ટાઉનશીપમાં ગેરકાયદે નળ જોડાણ કપાયાં.

તા.08/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરનો વિકાસ થવાની સાથે જ ચારે તરફ નવા નવા મકાનો અને સોસાયટીઓ બની છે આ વિસ્તારોમાં ગેરકાયદેસર નળ જોડાણોની ફરિયાદો મળતી રહે છે જેના લીધે તેની આગળના વિસ્તારોમાં પાણી પૂરા ફોર્સથી આવતુ ન હોવાની સમસ્યા ઉભી થાય છે આ વિસ્તારોમાં પાણી, વીજળી, રસ્તા અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પહોચાડવા પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે ત્યારે બીજી તરફ સોસાયટીના રહેવાસીઓ પણ પાણીટેક્સ અને હાઉસટેક્સ નિયમિત રીતે ચૂકવે તે માટે નગરપાલિકા તંત્ર દ્વારા ગેરકાયદેસર જોડાણો સામે લાલ આંખ કરીને સખ્ત પગલા લેવાઇ રહ્યા છે નગરપાલિકાએ 2 દિવસ પહેલા શહેરના છેવાડાના વિસ્તારની 8 સોસાયટીઓના પાણી કનેક્શન કાપી નખાયા હતા ત્યારે સોમવારે સાંજે માળોદ રોડ પર આવલી 3 ટાઉનશિપમાં આવેલા સંખ્યાબંધ મકાનોના નળકનેકશન કાપી નખાયા હતા ટાઉનશિપના બિલ્ડરો લાઇનમાં મકાનો બનાવીને કરોડો રૂપિયા કમાય છે પરંતુ કાયદેસર નળ કનેક્શન લેવામાં ગલ્લા તલ્લા કરે તેનું પરિણામ મકાન લેનારને મુશકેલી ભોગવવી પડે છે કાયદેસર નળ કેનક્શન પાલિકામાં અરજી કરીને લેવાનું હોય છે જે પાલિકા દ્વારા નિયુક્ત કરેલ માણસો દ્વારા મુખ્ય પાઇપલાઇનની ઉપરના ભાગેથી લેવાનું હોય છે જ્યારે કાપી નખાયેલ તમામ કનેક્શન મેઇન પાઇપલાઇનની બાજુમાં હોલ કરીને લઇ લેવાયા હતા આ તમામ કનેક્શન કટ કરીને પાલિકાએ કડક કાર્યવાહી કરી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!