MORBIMORBI CITY / TALUKO

સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ

સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ

મોરબી ખાતે તા.૦૮-૦૬-૨૦૨૩ ના રોજ ચોમાસુ-૨૦૨૩ તથા સંભવિત ” Biparjoy ” વાવાઝોડાની પૂર્વતૈયારીના આયોજન અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત પરીસ્થિતીને ધ્યાનમાં લઈને ચોક્કસ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વરસાદ માપક યંત્રને વાવાઝોડુ કે અતિભારે વરસાદના લીધે નુકશાન ન થાય અને ચાલુ વરસાદે યંત્ર કાર્યરત રહે તે બાબતે તેને યોગ્ય સ્થાને રાખી ચાલુ હાલતમાં રહે તે બાબતની મામલતદારશ્રીએ સમયસર ખાત્રી કરવા સુચના આપી હતી.
તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ રાખવા તથા સંભવિત વાવાઝોડા અન્વયે સરકારશ્રીમાંથી કે ન્યુઝ ચેનલમાંથી આવતા સમાચારોને ધ્યાને લઈ કંટ્રોલરૂમ ખાતે કોઈ મેસેજ આવે તો ફરજ પરના કર્મચારીશ્રીએ જિલ્લા કંટ્રોલરૂમ ખાતે તેમજ મામલતદારશ્રીને ટેલીફોનિકથી જાણ કરવા સૂચના આપવા મામલતદારશ્રીને તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીના પ્રતિનિધિને લાયઝન અધિકારીશ્રીએ જણાવ્યું હતું. માહિતી આપવાના થતા પત્રકો જેવા કે અ,બ,ક,ડ ના પત્રકો સમય મર્યાદામાં જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબી ખાતે સમયસર મોકલવામાં આવે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું. વરસાદના આંકડા દર બે ક્લાકે જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનીકથી જણાવવા સૂચના આપવામાં આવી હતી. સબંધિત વિભાગના કર્મચારીશ્રીનો સંભવિત વાવાઝોડા દરમ્યાન પૂર્વ મંજુરી વગર કોડ ક્વાર્ટર ન છોડવા સંબંધિત વિભાગના અધિરીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી.
સંભવિત ” Biparjoy ” વાવાઝોડા અન્વયે દરીયાકાંઠા વિસ્તારોની ફીશરીઝ અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સબંધિત તલાટીશ્રીએ સંયુક્તમાં મુલાકાત લઈ જરૂર જણાયે લોકોને આશ્રય સ્થાને સ્થળાંતર કરવા માટે સુચના આપવામાં આવી હતી. સંભવિત વાવાઝોડા અન્વયે લોકોને સ્થળાંતર કરવાના થાય તો આશ્રય સ્થાને પીવાના પાણીની તથા ફૂડ પેકેટની વ્યવસ્થા થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું તથા અગરીયાઓને પરત લાવવાના થાય તો અગાઉથી જાણ કરવા અગરીયા હીત રક્ષકમંચના પ્રમુખને મામલતદારશ્રીના પરામર્શમાં રહી કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.


અતિભારે વરસાદથી નદીના નિચાણ વાળા વિસ્તારોના ગામોના તલાટી-કમ-મંત્રીશ્રીઓને સરપંચના પરામર્શમાં રહી પાણી ભરાતા ગામોમાં પૂર્વ તૈયારી કરી અને પુરની પરિસ્થિતી સર્જાય તે પહેલા જાણ કરી ઉચાણ વાળા સલામત વિસ્તારમાં સ્થળાંતર કરાવા તૈયારી રાખવા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને સૂચના આપવામાં આવી હતી. તાલુકામાં આવેલ જર્જરીત મકાનોને તલાટી-કમ-મંત્રીશ્રીઓ દ્વારા નોટીશ ઈસ્યુ કરાવી તાત્કાલીક ધોરણે તેવા મકાનો દુર કરવા સુચના આપવામાં આવી હતી.વરસાદના કારણે પાણીજન્ય રોગો ન ફેલાય તે બાબતે ક્લોરીનની ગોળીઓ ઘરે ઘરે જઈને પાણીના ટાંકામાં નાખવા તેમજ ગામે ગામ મુખ્ય પાણી સંગ્રાહલયમાં સફાઈની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદથી સ્થળાંતર કરેલા લોકોનું સમયસર હેલ્થ ચેકઅપ કરવા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને સુચના આપવામાં આવી હતી.
જર્જરીત હાલતમાં તાલુકામાં આવેલ પુલો, રસ્તાઓ અને સરકારી ભવનોનું તાત્કાલીક ધોરણે સમારકામ કરાવવા ભારે વરસાદના કારણે અનિચ્છિનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત તથા માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટને જાણ કરવા મામલતદારશ્રીને જણાવામાં આવ્યું. વરસાદનું પાણી જે સ્થળોએ ભરાઈ રહે તેવા સ્થળોની ઓળખ કરી વરસાદી પાણીનો તુરંત નિકાલ કરવા સબંધિત વિભાગને જણાવવામાં આવ્યું.
અતિભારે વરસાદ વાવાઝોડાથી નુકશાન પામતા વૃક્ષો રસ્તા ઉપર તથા વોકળામાં પડી જવાથી રસ્તાઓ તથા વોકળાના પાણીનો પ્રવાહ બંધ ન રહે તે માટે તાત્કાલીક ધોરણે ફોરેસ્ટ વિભાગના પરામર્શમાં રહી અવરોધો દુર કરવા સૂચના આપવામાં આવી.
શેલ્ટર હોમની ચાવીઓ ગામમાં જ રહે તેની કાળજી રાખવા તાલુકા વિકાસ અધિકારીશ્રીને સુચના આપવામાં આવી.કોઈપણ સંભવિત કુદરતી આફતને પહોંચી વળવા પુરતો પુરવઠાનો સ્ટોક અને પેટ્રોલ પંપોને ૧૦% રીઝર્વ જથ્થો રાખવા મામલતદારશ્રીએ સંબંધિતોને જાણ કરવા સુચના આપવામાં આવી.કુદરતી આફતોને પહોંચી વળવા સ્થાનિક એન.જી.ઓ.ને પરામર્શમાં રાખી ભૌગોલીક પરિસ્થિતી અને સામાજીક માળખુ જાણી બચાવ કામગીરી કરી શકાય તે માટે સુચના આપવામાં આવી.

આ બેઠકમાં માળીયા(મી) મામલતદારશ્રી બી. જે. પંડયા, માળીયા(મી) મદદનીશ તા.પં.કચેરીશ્રી એચ.વી. રાંકજા, માળીયા(મી) ટી.પી.ઈ.ઓ.શ્રી એસ. બી. હુંબલ, માળીયા(મી) સી. ડી. પી. ઓ. શ્રી શ્રી યુ.એલ ભીમાણી, ના.ઈજનેર,પી.જી.વી.સી.એલ. શ્રી કે.ડી.હડીયલ, વી.ઓ.પશુપાલન વિભાગ ર્ડા. એચ.એલ.ભોરણીયા, વિ.અધિકારી,ખેતીવડી,માળીયા(મી) શ્રી એસ.એલ.પીલીડીયા, પોર્ટ સુપરવાઈઝર, જી.એમ.બી.નવલખીશ્રી એ.જે.ભાદરકી, તા.હે. સુપરવાઈઝર,માળીયા(મી) શ્રી એમ.કે.પરમાર, માળિયા એસ. આઈ. નગરપાલિકાશ્રી ટી. કે. પ્રજાપતી, માળીયા(મી) યુ.પી.સી.તા.પો. શ્રી આર.પી.સોલંકી, જિલ્લા કો.અગરિયા હિત રક્ષકમંચ શ્રી એમ. બી. બારૈયા વગેરે હાજર રહ્યા હતા.

માનસી નળિયાપરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!