AHAVADANG

DANG: માયાદેવીથી પ્રસ્થાન કરાયેલી”રામ લક્ષ્મણ”રથ યાત્રાનું વઘઇ સહિત ગામેગામ ભાવિકભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અયોધ્યામાં પ્રભુ શ્રીરામનાં ભવ્ય મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડાંગ જિલ્લાના માયાદેવીથી પ્રસ્થાન કરાયેલી રામ લક્ષ્મણ રથ યાત્રામાં અસંખ્ય ભાવિકભક્તો જોડાઈ “જય શ્રીરામના જયનાદ”થી વાતાવરણ રામમય બન્યું હતું. ગામેગામ રામભક્તો એ પુષ્પ વર્ષા અને  પૂજા અર્ચના કરી ઉમળકાભેર સ્વાગત કર્યુ…
ત્રેતા યુગમાં દંડકારણ્ય તરીકે ઓળખાતી ડાંગની  ભૂમિ પર પ્રભુ શ્રીરામ તથા ભ્રાતા લક્ષમણે પાવન પગલા પાડી ભીલડી માતા શબરીને દર્શન આપી એઠા બોર ચાખ્યા હતા.ડાંગ જિલ્લાનાં સુબિરનાં ચમક ડુંગર ખાતે ત્રેતા યુગનાં 14મી જાન્યુઆરી મકરસંક્રાતિનાં રોજ પ્રભુ શ્રીરામ દ્વારા વર્ષોથી પ્રતીક્ષા કરી રહેલ શબરી માતાને દર્શન આપી એઠા બોરને આરોગી ઉચ્ચ નીચનો ભેદભાવ દૂર કર્યો હતો.પ્રભુ શ્રીરામનાં આગમનથી ધન્ય બનેલ ભૂમિ એટલે શબરીધામ જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 14મી જાન્યુઆરી મકરસંક્રાતિ નિમિત્તે શ્રીરામ આગમન મહોત્સવ તથા પરંપરાગત કાર્યક્રમ સહિત “શ્રીરામ શબરી મિલન” કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.વધુમાં 22મી જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ખાતે રામ લલ્લાનાં ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.ત્યારે ભગવાન રામ લલ્લા સાથે ડાંગ જિલ્લાની ભૂમિનો પણ નાતો જોડાયેલ હોય જેથી રામ આગમન મહોત્સવને લઈને ડાંગવાસીઓ પણ ઝૂમી ઉઠ્યા છે.આજરોજ ડાંગ જિલ્લાનાં  માયાદેવી ભેંસકાતરીથી “ભગવાન શ્રીરામ અને લક્ષમણ”ની શોભાયાત્રા નીકળી હતી.જે વઘઇ”અંબામાતાનાં મંદિરે પહોંચી હતી.જ્યાંથી સાકરપાતળ થઈ શામગહાન ગલકુંડ અને બોરખલ ખાતે પોહચી હતી.આ  રામ લક્ષમણ શોભાયાત્રામાં અસંખ્ય ભાવિકો ભક્તો જોડાયા હતા.દરેક સ્થળોએ રામ આગમન યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. સાથે ભક્તોએ પૂજા અર્ચના કરી “જય શ્રીરામનાં જયનાદ સાથે સમગ્ર વાતાવરણને ગુંજાયમાન કર્યુ હતુ.ડાંગ જિલ્લામાં રામ લક્ષમણ આગમન રથયાત્રાને ભાવિક ભક્તોએ ઠેરઠેર વધાવી લઈ પૂજા અર્ચના કરી ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ. ડાંગ જિલ્લામાં રામ આગમન રથયાત્રાને મોટો પ્રતિસાદ મળતા ભક્તો પણ ગદગદિત બન્યા હતા…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!