BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

શહેરને દેશભક્તિમાં રસતરબોળ કરતો વતનનાં રતન કાર્યક્રમ યોજાયો.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૮/૨૦૨૩

 

ભરૂચ : આઝાદીના અમૃતકાળમાં સમગ્ર દેશ જ્યારે “મારી માટી મારો દેશ : વીરોને વંદન” કાર્યક્રમ મનાવી રહ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે મહામૂલી આઝાદી અપાવવામાં જે નરબંકાઓએ શહીદી વ્હોરી છે તેમને યાદ કરવા તથા તેમના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજિત “વતનનાં રતન: આઝાદીની અમર કથાઓ” સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરો અવસર

ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે નગરજનો ને પ્રાપ્ત થયો હતો.

 

કાર્યક્રમની શરૂઆતમાં કલેકટર તુષાર સુમેરાએ પ્રસંગોચિત પ્રવચન આપતા કહ્યું હતું કે, આવનારા સમયમાં ભરૂચ અને અંકલેશ્વરમાં હજુ આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે. રહેવા યોગ્ય ભરુચનું સ્વપ્ન આપણે બધાં ભેગાં મળીને પૂરું કરીશું.

 

વધુમાં તેમણે સાહિત્યકાર સાંઈરામ દવેને ભરૂચની ઓળખ બનેલી સૂઝનીની ભેટ આપી સુજની કળા વિશે જણાવી એક ધરોહર સાચવવાના પ્રયાસ અને તેના પરિણામની ચર્ચા કરી હતી.

 

સુપ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવેના કંઠે આઝાદીની અમર કથાઓ સાંભળવાનો અનેરા અવસર નગરજનોને માણ્યો હતો. આ પ્રસંગે સાંઈરામ દવેએ આઝાદીની ચળવળ ભાગ ભજવનાર ભરૂચના ક્રાંતિવીરોને યાદ કરી એમના કર્મોને વર્ણવ્યા હતાં.

 

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણાએ પણ પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

 

આ કાર્યક્રમમાં ડી.ડી.ઓ પ્રશાંત જોશી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા,નગર પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા સભ્ય હેમંત પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!