GODHARAGUJARATPANCHMAHAL

ગોધરામાં ઉતરાયણ પૂર્વે સુરક્ષા અભિયાન યોજાઈ રોટરી અને લાયન્સ ક્લબે 250 થી વધુ બાઈક ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ આપ્યા.

 

ગોધરા

નિલેશભાઈ દરજી ગોધરા

ગોધરા :

ગોધરા માં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ ગોધરાએ સંયુક્ત પહેલ કરી છે. ગાંધી ચોક ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં બંને સેવાભાવી સંસ્થાઓએ 250 થી વધુ ટુ-વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એંગલ લગાવી આપ્યા હતા.

આ કાર્યક્રમમાં ગોધરા ના ડી.વાય.એસ.પી. એન. વી. પટેલ અને ટ્રાફિક પોલીસ તંત્રની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રોટરી ક્લબ તરફથી સેક્રેટરી અરવિંદ બારીઆ, પ્રોજેક્ટ ચેરમેન હિતેશ ભટ્ટ, રિજિયોનલ ચેરમેન

ઉદય વેદાંતી અને પ્રેસિડેન્ટ અર્પિત જોષી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબમાંથી પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રભુ દયાલ વર્મા, રિજિયન ચેરમેન હેમંત વર્મા, ઝોન ચેરમેન રાજેશ મોદી અને અન્ય હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ટુ-વ્હીલર ચાલકોના ગળા પર થતી ગંભીર ઈજાઓને રોકવાનો છે. બંને સંસ્થાઓની આ માનવસેવાની પહેલને સમાજમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે અને તે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

Back to top button
error: Content is protected !!