સરસ્વતીસન્માનમાં બાળાનું “દાન” મોખરે રહ્યુ
શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ-જામનગર દ્વારા શ્રાવણી પુનમ (બળેવ)ને તા.9-8-2025 ના રોજ જ્ઞાતિની વાડી “શાંતાવાડી” માં નિર્માણ થયેલ “શ્રી ખરડેશ્વર હોલ” ખાતે મહાનુભવોના હસ્તે દિપ પ્રાગટય સાથે “સરસ્વતી સન્માન કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો.
જેમાં સ્વ.શ્રી હંસાબેન દિનેશચંદ્ જોષી તથા સ્વ.શ્રી પ્રિતીબેન હિતેનભાઈ જોષીની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી 100 જેટલા વિદ્યાર્થીઓ ને કાયમ ઉપયોગમાં આવે તે પ્રકારના પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા, જે ઉપરાંત મુંબઈના જ્ઞાતિજન શ્રી મનોજભાઈ પ્રશાંતભાઈ ઠાકર દ્વારા તેમના માતૃશ્રી અને પિતાશ્રીની સ્મૃતિમાં ધોરણ-10, 12 અને કોલેજમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ તથા અભ્યાસ શરૂ નહિં કરેલ બાળકોને રમકડા સ્વરૂપે ઈનામ વિતરણ કરવામાં આવેલ, જેનાથી બાળકો અને જ્ઞાતિજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો
કાર્યક્રમ દરમ્યાન એડવોકેટ જાગૃતિબેન વ્યાસ,પીજીવીસીએલના જામનગર સર્કલ અધીક્ષક હસીતભાઈ વ્યાસ, પ્રમુખશ્રી દિલીપભાઈ વ્યાસ અને અન્ય મહાનુભવો દ્વારા પ્રેરક સંબોધન કરવામાં આવ્યુ હતુ તથા જ્ઞાતિના કાર્યો અને આગામી આયોજનની જાણકારી આપવામાં આવી હતી, જેને સૌ જ્ઞાતિજનોએ ઉત્સાહભેર આવકાર આપ્યો હતો, આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ
આજના કાર્યક્રમ દરમ્યાનની મુખ્ય બાબત લારીમાં ધંધો કરતા જ્ઞાતિના સામાન્ય પરિવારની દિકરી હિરબેન કેતનભાઈ પંડ્યા તરફથી દર વર્ષની માફક પોતાની દરરોજની બચતનો ડબ્બો અર્પણ કરવામાં આવ્યો હતો જેની ગણત્રી કરતાં તેમાંથી રૂ. 15,465 ની રકમ નીકળેલ, જે સૌથી વધારે અનુદાનની રકમ રહેલ, આમ હિરબેન દ્વારા સૌના માટે આદર્શ ઉદાહરણ પૂરૂં પાડેલ તથા સક્ષમ જ્ઞાતિજનો અને તેમના સંતાનો માટે પ્રેરણારૂપ બની રહેલ છે
કાર્યક્રમના સમાપન સમયે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ જ્ઞાતિજનો દ્વારા ઉપપ્રમુખ નિતીનભાઈ ભટ્ટ તરફથી તૈયાર કરેલ શુદ્ધ ઘીના લાડુ સાથે “સમુહ પ્રસાદ” નો લાભ લઈને સંતોષ સાથે આયોજકોને શુભકામનાઓ પાઠવી જ્ઞાતિના દરેક કાર્યમાં સહયોગ આપવાની હૈયાધારણા આપવામાં આવી હતી તેમ દિનેશ દવે, મંત્રી ( 94279 42452) એ જય ખરડેશ્વર સહ જણાવ્યુ છે.