અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની અરવલ્લીમાં એન્ટ્રી પહેલા સાબરડેરીના સત્તાધીશો અને ભાજપના નેતાઓ બોખલાયા..!!
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી પશુપાલકો ને ચુકવવામાં આવતા ભાવ વધારા(નફા)ને પશુપાલકો માં નારાજગી સામે આવી હતી.નારાજગી સામે ડેરીના સત્તાધીશોએ પશુપાલકો ની માંગને લઈ ગંભીરતા ના દાખવી પછી જે થયું અને જે ઘટનાઓ સતત બનતી રહી જેના કારણે પશુપાલકો સહકાર અને સરકારથી નારાજ થયા છે. ગુજરાત સરકારની ઢીલી નીતિ જોઈ હવે વિપક્ષના આગેવાનોએ પશુપાલકોની માંગ ને લઈ સમર્થનમાં આવ્યા છે.કોંગ્રેસ અને આપ ના આગેવાનો પશુપાલકો માટે લડી લેવામાં ના મૂળ માં છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મોડાસા ખાતે આગામી તારીખ 23 જુલાઈના રોજ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિતના કેન્દ્રીય નેતા અને પ્રદેશના દિગ્ગજ નેતાઓ દ્વારા પશુપાલકો અને ખેડૂતો માટે મહાપંચાયત જાહેરાતનો સંદેશ પહોંચતા જ ભાજપ શાસિત સાબરડેરી સત્તાધીશો અને નેતાઓ બોખલાઈ ગયા હોય એમ આંદોલનના પાંચમા દિવસે પશુપાલકોના ત્રણ મુદ્દાઓ ની માંગ સાથે સંમતિ સાધવામાં આવી છે.પરંતુ પશુપાલકો લડી લેવાના મૂડમાં છે.જયારે જયારે જગતનો તાત નારાજ થયો છે ત્યારે સરકારો પણ ઉઠલી છે.”સમય બળવાન નહીં મનુષ્ય બળવાન”