KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ની નાંદરખા પ્રા.શાળા માં વાર્ષિક મહોત્સવ ની સાથે ધો.૮ ના બાળકો નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૫ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જીલ્લાની કાલોલ તાલુકાની નાંદરખા પ્રાથમિક શાળામાં શાળા ના બાળકો ના જ અધ્યક્ષ સ્થાને શાળા નો વાર્ષિકોત્સવ અને ધોરણ ૮ ના બાળકો ના વિદાય સમારંભની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.જેમાં ઉદઘાટક તરીકે ગામના સરપંચ પ્રવીણસિંહ પરમાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ ની ઉપસ્થિતિમાં ગામના વડીલો, ભૂતપૂર્વ વિધાર્થીઓ વાલીઓ, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે બીટ કેળવણી નિરીક્ષક ગૌરાંગભાઈ જોશી, બી.આર.સી.કો ઓ દિનેશભાઈ, સી.આર.સી.કો.ઓ. કાલોલ તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ વિનોદકુમાર અમીન અને મંત્રી રમેશકુમાર પટેલ ટીચર સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને વેજલપુર પગારકેન્દ્ર ના આચાર્ય તથા પેટા શાળાના આચાર્યઓ હાજર રહ્યા.બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવા બદલ શાળા પરિવાર હાજર સૌ મહેમાનઓ અને ગામ માંથી ખૂબ જ મોટી સંખ્યા માં ગ્રામજનો ઉસ્થિત રહેલ હતા.કાર્યક્રમ માં શાળાના ધો.૧ થી લઈને ધો.૮ સુધીના તમામ બાળકો એ ભાગ લઈ જુદા જુદા પ્રકારના સાંસ્કૃતિક કૃતિઓ વેશભૂશા અને દેશભક્તિ ના ગીત રજૂ કરેલ હતા.શાળા ના આચાર્ય એ શાળા એ કરેલ વર્ષ દરમ્યાન ની તમામ પ્રવૃતિઓ થી તમામ ને અહેવાલ સાથે વાકેફ કરેલ હતા.એક ખાનગી શાળા ને પણ શરમાવે એ પ્રકારની શાળા ની ઉત્કૃષ્ટ કામગીરી ને લઈને મહાસંઘ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન દ્વારા તમામ સ્ટાફનો હ્રદયથી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!