ARAVALLIBAYADGUJARAT

અરવલ્લીની બાયડ તાલુકાની સાઠંબા પોલીસે ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી,ગાંજાની ખેતી કરી તો ગયા સમજો…!!તપાસ હાથ ધરાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લીની બાયડ તાલુકાની સાઠંબા પોલીસે ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી નાખી,ગાંજાની ખેતી કરી તો ગયા સમજો…!!તપાસ હાથ ધરાઈ

અરવલ્લી SP શૈક઼ાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે સર્વ સમાજ સેના દ્વારા આવેદન પત્ર આપી જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સાઠંબા પોલીસે ડ્રોન ટેકનોલોજીની મદદથી ખેતર,નદી-કોતરો અને ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની મદદથી ભઠ્ઠીઓ તોડી પાડી દેશી દારૂ માટે વપરાતો વોશનો મોટી માત્રામાં જથ્થો નાશ કરવાની સાથે ખેતરોમાં પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર અટકાવવા સર્વલન્સ હાથધર્યું હતુ

અરવલ્લી જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી સમયાંતરે ખેતરોમાંથી વિવિધ ખેતીની આડમાં ગાંજાનું વાવેતર જીલ્લા પોલીસતંત્ર ઝડપી રહી છે ત્યારે સાઠંબા પંથકના ખેતરોમાં ગેરકાયદેસર ગાંજાનુંવાવેતર અટકાવવા પોલીસ સમયાંતરે ડ્રોનની મદદથી શંકાસ્પદ વિસ્તારના ખેતરોનું રેકોર્ડિંગ કરી રાત્રીના સુમારે એનાલિસિસ કરી શંકાસ્પદ ખેતરોની તલાસી લેવાની સાથે ખેતરો-કોતરો અનેઝાડીઓમાં એકલ-દોકલ ચાલતી દારૂની ભઠ્ઠી તોડી પાડી દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો સામેકાર્યવાહી કરી રહી છે

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!