BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

કરંટ લાગતા પટકાયેલા કાગડાનો જીવ બચાવ્યો

પણસોરા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફના ગોપાલ ભાઈ સોનીનું પ્રેરણા દાયક સેવા કાર્ય

_________________________

ઉમરેઠ તાલુકાના પણસોરા પીએચસી ૧૦૮ લોકેશનની બાજુમાં ઇલેક્ટ્રિક લાઇન પસાર થતી હોઈ જે પક્ષીઓ ભેજવાળા વાતાવરણમાં ઉડતા હતા એમાં એક કાગડો પાણીમાં પલડેલો હોઈ અને એને ઇલેક્ટ્રિક કરંટ અસર જોવાતા ૧૦૮ સ્ટાફના કર્મચારી પાયલોટ ગોપાલભાઈ ચદ્રકાંત ભાઈ સોનીએ જોતા અબોલા પક્ષીને પોતે યોગ્ય રીતે તપાસ કરી અને ઊડી શકે તેવા પ્રયત્નો કરતા ઇલેક્ટ્રિક કરંટ લાગેલ પક્ષીનો જીવ બચાવેલ અને કરુણા અભિયાનના એક ભાગ રૂપે જીવ દયાનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડેલ.પાયલોટ ગોપાલભાઈ દ્વારા અવારનવાર ક્યાંય પણ કોઈ અબોલા જીવને મુશ્કેલી હોય ત્યાં પહોંચી સમયનું ભાન રાખ્યા વગર જીવ દયા પ્રેમના કારણે એ અબોલો જીવની નિસ્વાર્થ ભાવે મદદ કરે છે. ખરેખર જીવ દયા પ્રેમી આ કામગીરીને સરાહનીય ગણાય. આ ઓપરેશનમાં ગોપાલ ભાઈ સોની દ્વારા રેસ્ક્યું કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાગડાનો જીવ બચાવવા રેસક્યું કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ જીવ બચાવી લેવામાં આવ્યો હતો.યોગ્ય સારવાર કરી તેને આઝાદ કરી દેવામાં આવ્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!