GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ સક્કરબાગમાં પ્રાણીઓ માટે મટન પુરૂ પાડવાના ઇજારાની આડમાં પશુઓના વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ

જુનાગઢ સક્કરબાગમાં પ્રાણીઓ માટે મટન
પુરૂ પાડવાના ઇજારાની આડમાં પશુઓના વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમા રહેલ પ્રાણીઓના ખોરાક માટે સરકારી ઇજારા દ્વારા પુરૂ પાડવામાં આવતા મોટા મટનના ઇજારાની આડમાં ગે.કા. રીતે મોટા પ્રમાણમાં પશૂ જીવોને એકઠા કરી વાડામાં ક્રુરતા પૂર્વક રાખવાની ગે.કા. પ્રવૃતીઓ ઉપર વોચ રાખવા અને આવી કોઇ ગે.કા. પ્રવૃતી થતી જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા ડીઆઈજીપી નિલેષ જાજડીયા તથા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા સુચનાઓ આપવામાં આવેલ હોય.
જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પીઆઈ. વી.જે.સાવજ તથા એ ડિવી.પો.સ્ટે.ના પો.સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પીઆઈ. વી.જે.સાવજ તથા પો.કોન્સ. રામભાઈ રૂડાભાઈ ચાવડાને સયુક્તમાં બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ધારાગઢ દરવાજા રોડ ઉપર આવેલ ફરજાના હોલ પાસે આવેલ બેલીમ જમાતના કબ્રસ્તાનની સામે આવેલ ઇબ્રાહીમભાઇ અબુભાઇ બેલીમના ડેલાની અંદર અમુક શખ્સો પોતાના કબ્જા ભોગવટાની જગ્યામાં મોટા પાયે અબોલ પશુ જીવો નાના મોટા પાડા પાડી તથા ભેંસો એકદમ ટૂંકા દોરડાથી અને હલન ચલન ન કરી શકે અને વ્યવસ્થિત શ્વાસ ના લઈ શકે તે રીતે ઘાંસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા વગર ક્રુરતાપુર્વક બાંધેલ હાલતમાં હોવાની હકીકત મળેલ હોય, જેથી એ ડીવીજન પીઆઈ વી.જે.સાવજ સહિત પો.સ્ટાફે પંચોને સાથે રાખી બાતમી સ્થળે રેઇડ કરતા કુલ-૬ શખ્સોએ ડેલામાં તથા ડેલાની અંદર રહેલ ઢાળીયાઓમાં મોટા પ્રમાણમાં નાના મોટા પશુ જીવોને ક્રુરતા પૂર્વક ગોંધી મોઢા દોરડા વડે ક્રુરતા પૂર્વક વ્યવસ્થિત શ્વાસ ના લઇ શકે તે રીતે બાંધી, કોઇ પશુ ખોરાક કે ચારા પાણીની વ્યવસ્થા પણ નહી કરી ગે.કા. રીતે રાખેલ મળી આવતા તમામ પશુઓને સત્વરે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ અને મળી આવેલ શખ્સો પૈકી અસ્ફાકભાઇ હાસમભાઇ બેલીમ કુરેશી રહે.જુનાગઢ વાળાને પૂછવામાં આવેલ કે આટલા મોટા પ્રમાણમાં પશુઓ કેમ રાખ્યા તો મજકુરએ જણાવેલ કે પોતે આ પશુઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મોકલવા માટે રાખેલ હોવાનું જણાવ્યું હતું. જેથી
પીઆઈ વી.જે.સાવજએ તે અંગે ખાત્રી કરતા વિશ્વાસ વેજીટેબલ નામની પેઢી પાસે જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ફક્ત રોજ આશરે ૭૦૦ થી ૭૫૦ કિ.ગ્રા.જ મોટુ મટન પુરૂ પાડવાનો ઇજારો હોય, અને તેઓએ આ ઇજારામાં સંગ્રહાલય બહાર કોઇ જગ્યાએ પશુઓને રાખવાની કે સ્ટોક કરવાની પરમીશન આપેલ ન હોવાનું જાણવા મળતા તમામ શખ્સોની ધોરણસર અટક કરી પશુ પ્રત્યે ઘાતકી પણ અટકાવવાના અધીનીયમ ૧૯૬૦ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધીનીયમ ૧૯૫૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધીનીયમ, ૨૦૧૭ ની જુદી જુદી કલમો મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!