GUJARATJETPURRAJKOT

Rajkot: ૧૯૬૨ હેલ્પલાઈન હેઠળ ડુમીયાણી ગામે હોર્ન કેન્સરથી પીડાતા બળદનું કરાયું ઓપરેશન

તા.૧૦/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાતભરમાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન અંતર્ગત અબોલ પશુઓની સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ગત તા. ૮ના રોજ ડેમીયાણી ગામ ખાતેથી એક સેવાભાવી વ્યક્તિએ ૧૯૬૨ એનિમલ હેલ્પલાઈન ઉપર હોર્ન કેન્સરથી પીડાતા બળદ અંગે જાણકારી આપી હતી.

ફોન કોલ મળતાની સાથે જ ૧૯૬૨ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને શ્રી ડો. કાર્તિક શેરઠિયા અને પાઈલટ શ્રી નૈમિશભાઈ દ્વારા બળદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યોગ્ય સારવાર કરીને બળદને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી પરેશભાઈ અને પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રિયાંકભાઈએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!