AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિત અન્ય ૪ ગુજરાત વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં પસંદગી કરવામાં આવી છે.

ભારતીય વહીવટી સેવાના ૧૯૫૪ના ભરતીના નિયમો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં ગુજરાત સરકારનાં કુલ ૫ જેમાં (૧) શ્રી બી.જે.પટેલ, (૨) શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, (૩) શ્રી એ.બી.પાંડોર, (૪) શ્રી બી.બી.ચૌધરી, અને (૫) શ્રી બી.સી.પરમારની ગુજરાત કેડરનાં સનદી અધિકારી તરીકે  પસંદગી કરવામાં આવી છે.

જેમાં હાલ ડાંગ જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં શ્રી બી.બી.ચૌધરીની પણ પસંદગી થતાં, જિલ્લા વહીવટી તંત્રનાં વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!