પાલનપુરની જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના C W D C અંતર્ગત સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ યોજાઇ
27 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસના કોલેજ વુમન ડેવલપમેન્ટ સેલ(CWDC) & બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસયટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી 15 દિવસીય ‘સેલ્ફ ડિફેન્સ’ ટ્રેનિંગનું આયોજન પ્રિ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ CWDC કન્વીનર ડૉ.સુરેખાબેન, પ્રો.હેમલ બેન અને ડૉ.જાનકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.ટ્રેનર દિનેશભાઈ દ્વારા પંચ, પીઠ, બ્લોક,જેવા ડિફેન્સના વિવિધ પેતરાઓ શીખવવામાં આવ્યા હતા. જેનો લાભ 125 વિદ્યાર્થીનીઓએ લીધો હતો. તેઓને ટ્રેનિંગ પૂર્ણ થયે સર્ટિ. પણ આપવામાં આવ્યા હતા તેમજ 30 વિદ્યાર્થીનીઓએ વ્હાઈટ બેલ્ટપરીક્ષા પાસ કરી જેના સર્ટિ.પણ આપવામાં આવ્યા હતા. 21મી સદી નારીની સદી સાબિત થશે,એવું કહેવું તે અતિશયોક્તિ પૂર્ણ નથી. પ્રવર્તમાન સમયમાં સ્ત્રીઓ પર દિન પ્રતિદિન વધતા જતા છેડતી કે રેપના કેસને ધ્યાને લઈ દીકરીઓ સશક્ત બને અને સ્વરક્ષણ કરી શકે તેવા શુભ આશયથી પ્રતિવર્ષ C.W.D.C દ્વારા કન્વીનર આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે .
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.