GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળામાં ભવ્ય રીતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૯.૨૦૨૪

હાલોલ નગરમાં આવેલ સુપ્રસિદ્ધ કલરવ શાળામાં શિક્ષક દિન ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે શાળાના શિક્ષકો વિદ્યાર્થી બનીને સમગ્ર પ્રાર્થના નું સંચાલન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ એક દિવસના આચાર્ય બનેલ વિદ્યાર્થીનીએ શિક્ષક દિન નું મહત્વ સમજાવી તેમજ જેમની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન વિશે તેમજ તેમના કરેલા કાર્ય વિશે જાણકારી આપી હતી. એક દિવસના શિક્ષક બનેલા સર્વ વિદ્યાર્થીઓને બધા શિક્ષકો તરફથી પુસ્તક અને પેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ દિન નિમિત્તે ધોરણ 9 અને 11 ના ગુ.મા. અને અં.મા. માંથી આચાર્ય, મેનેજિંગ ટ્રસ્ટી, શિક્ષક અને સેવા સહાયકની કામગીરી કરી શકે તેવા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.આ દિન નિમિત્તે શિક્ષકોએ વિદ્યાર્થીઓ સ્વચ્છતા નું મહત્વ સમજે તેમજ સમયને પણ મહત્વ આપે તેવા અનુરૂપ નાટક તેમજ ગુરુનું મહત્વ દર્શાવતા ગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ દિને શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ સેવા સહાયકની કામગીરી કરી તેમજ વર્ગના બધા જ વિદ્યાર્થીઓએ તેમને આ કાર્યમાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.આ દિને વિદ્યાર્થી ઓને સારી રીતે ભણાવનાર શિક્ષકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.સર્વ શિક્ષક તરફથી એક દિવસના શિક્ષકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!