GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાંથી પકડાયેલ નકલી DYSP ના સાત બેન્ક ખાતા ફ્રિજ કરાયા

જૂનાગઢમાંથી પકડાયેલ નકલી DYSP ના સાત બેન્ક ખાતા ફ્રિજ કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : હાલ રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજ્યભરમાં DYSP ના નામે રોફ જમાવતા શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે.
તેમજ તાજતેરમાં જ જૂનાગઢ પોલીસે મંત્રીના નકલી પીએને એમએલએ ગુજરાત લખેલ કાર સાથે પકડી પાડ્યો હતો, ત્યારે આજે વધુ એક નકલી DYSP વિનીત બંસીલાલ દવે નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ અંગે વિગતવાર જોઈએ તો જૂનાગઢમાંથી ઝડપાયેલ નકલી DYSP વિનીત બંસીલાલ દવે ઉ.૩૭ ની બાતમી મળેલ હતી, કે તે પોતે નકલી પોલીસ અધિકારી બનીને લોકોને ઠગી રહ્યો છે, અને હાલ તે એમ.જી રોડ ઉભો છે, જે બાતમી આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે વિનીત બંસીલાલ દવેની ધરપકડ કરી તલાસી લેતા તેની પાસેથી DYSP નું નકલી આઈ કાર્ડ મળી આવ્યું હતું. જે અંગે પુછપરછ કરતા વિનીતે પોલીસના કાર્ડ પર પોતાનો ફોટો ચોંટાડીને નકલી ડીવાયએસપીનું કાર્ડ બનાવી અને લોકોને પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને લોકો પાસેથી રૂ.૨.૧૧ કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.
તેમજ અંગે પોલીસે વધુ પુછપરછ કરતા વિનીત દવેએ જણાવ્યું હતું કે તે અમદાવાદનો રહેવાસી છે, અને જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ ફરજ પર અવાર ને અવાર ગેરહાજરના કારણે તેને છૂટો કરી દેવામાં આવ્યો છે, અને હાલ નકલી DYSP બનીને રાજ્યના અલગ અલગ જિલ્લાના ૧૭ જેટલાં લોકોને પોલીસમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂ. ૨, ૧૧, ૫૦,૦૦૦ની છેતરપિંડી કરી હોવાનું સામે આવતા ગુનો દાખલ કરી વધુ તપાસ અર્થે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપતા એ ડિવિઝન પીઆઈ વી.જે.સાવજ દ્વારા કોર્ટમાં રજુ કરી ૧૮ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મેળવી તપાસ હાથ ધરતા આરોપીના સાત બેન્ક એકાઉન્ટ હોવાનું જાણવા મળતા ત્તાત્કાલિક અસરથી તેમના બેંક ખાતા ફ્રિજ કરી દેવામાં આવ્યા હતા.
તેમજ આરોપીએ ૧૭ લોકો સાથે છેતરપિંડી કરી છે, કે તેથી વધુ સાથે છેતરપિંડી કરી છે, તે અંગેની તપાસ તથા પકડાયેલ આરોપીને કોઈએ મદદગારી કરી છે કે કેમ તથા આરોપી પાસેથી મળી આવેલ બનાવટી પોલીસ કાર્ડ અંગે પણ પૂછપરછ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!