તા.૧૮.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૬ મે ના રોજ દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ એ વર્ચુઅલ માધ્યમથી કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી સચિવ એ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સુચારૂ રીતે થાય તેમજ કાર્યક્રમમાં સહભાગી થનારા નાગરિકોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીઓને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની પૂર્વતૈયારીઓ વિશેની માહિતી વિગતે માહિતી કલેક્ટર યોગેશ નિરગુડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાંએ આપી હતી. તેમજ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબત જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા એ આપી હતી બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ સહિતના અધિકારીઓ વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા