GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ પ્રા.શાળાનું નેશનલ કક્ષાએ ગૌરવ બદલ દીકરી સાથે તેમના વાલી અને વર્ગ શિક્ષકનું સન્માન કરાયું.

તારીખ ૩૦/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતમાતાની રક્ષા માટે શહીદ થનાર ભારતના વીર સપૂતો વિશે શૌર્ય ગાથા લેખન માટે શાળાના શિક્ષક દિનેશભાઇ ખાંટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને વીર ગાથા ૩.૦પ્રોજેક્ટ ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યા હતા.સમગ્ર ભારત દેશમાંથી વિવિધ કેટેગરીમાં ૧,૩૬,૮૭,૫૮૧ પ્રોજેક્ટ સબમીટ થયા હતા.સમગ્ર પ્રોજેક્ટનું રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ થયેલ મૂલ્યાંકનના પરિણામે ધોરણ ૩થી૫ની કેટેગરીમાંથી ધોરણ પાંચ માં ગોહિલ અનસૂયાબા ના પ્રોજેક્ટની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી હતી જેમાં ભારતના સંરક્ષણ મંત્રી તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે બાકરોલ પ્રાથમિક શાળાની દીકરી ગોહિલ અનસૂયાબા નું સન્માન કરવામાં આવતા બાકરોલ પ્રાથમિક શાળાનું નેશનલ કક્ષાએ ગૌરવ વધારવા બદલ બાકરોલ શાળા ના આચાર્ય સતીષભાઈ અને વર્ગશિક્ષક અને માર્ગદર્શક શિક્ષક દિનેશભાઇ ખાંટ સહ માર્ગદર્શક દિનેશભાઈ પ્રજાપતિ સી.આર.સી કોર્ડીનેટર નયનાબેન તથા શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર દ્રારા અનસૂયાબા ગોહિલના પ્રોજેકટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થવા બદલ અનસૂયાબા અને એમના પિતા ધીરજસિંહ નું બાકરોલ શાળા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!