DANG

ડાંગ: વધઇ કૃષિ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા મીલેટસ ફુડ મેળાનો કાર્યક્ર્મ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વધઇ કૃષિ કોલેજ ખાતે ડાંગના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા મીલેટસ ફુડ- 2023 મેળાનો કાર્યક્ર્મ યોજાયો હતો.

જેમા ૨૦૦ થી વધુ ડાંગ જિલ્લાના યુવાનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
આ કેમ્પસના આચાર્ય ર્ડા.જે.જે.પસ્તાગીયાએ ખાસ હાજરી આપી યુવાનોને નાગલી, અને વરી જેવા પાકોનુ મહત્વ સમજાવી પ્રોત્સાહીત કર્યા હતા. નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપ ઇન્ગોલેએ પણ નાગલી પ્રત્યે જાગૃતિ આવે તે માટે પ્રોત્સાહન પુરૂ પાડયું હતુ.

હલ્કા ધાન્ય સંશોધન કેન્દ્રના વડા ર્ડા.એચ.ઇ.પાટીલે નાગલીની નવી સંશોધિત વેરાયટીનું મહત્વ સમજાવ્યું હતુ. તેમજ કે.વી.કે. ના વડા ર્ડા.જિગ્નેશ ડોબરીયાએ જુદા-જુદા હલ્કા ધાન્યોનુ જીવનમા મહત્વ અંગેની માહિતી આપી હતી.

ઉપરાત ર્ડા.એચ.પી.ઢોલરીયા, પ્રોગ્રામ ઓફીસર કૃષિ મહાવિધ્યાલય, વધઇ દ્વારા નાગલીની જુદી-જુદી વેરાયટી અને તેમાથી બનતી વાનગીનુ પ્રદર્શન બતાવીને યુવાનોને માહિતગાર કર્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!